VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલની ચોંકાવનારી ઘટના, 13 દિવસના બાળકનું અપહરણ
અસારવા સિવિલ હોસ્પિટલમાંથી માત્ર 13 દિવસના બાળકના અપહરણની ઘટનાના પગલે ચકચાર મચી છે
Trending Photos
હર્મેશ સુખડિયા, અમદાવાદ: અસારવા સિવિલ હોસ્પિટલમાંથી માત્ર 13 દિવસના બાળકના અપહરણની ઘટનાના પગલે ચકચાર મચી છે . દાંતાના દંપતીને સરકાર પ્રસુતિના રૂપિયા આપે છે તેવું કહી મહિલા આરોપી સિવિલ હોસ્પિટલ લઈ લાવી અને બાળકનું વજન કરવાના બહાને બાળક ને લઇ ફરાર થઇ ગઈ. આ અમગ્ર ઘટનાને ધ્યાનથી જોતા ગુજરાત માં ફરી માનવ તસ્કરી થતી હોવાની શંકા ઉભી થઇ રહી હોય તેવી ઘટના અમદાવાદમાં બની છે.
બનાવની વિગત એવી છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી શુક્રવારની સાંજે એક મહિલા 13 દિવસના બાળકનું અપહરણ કરી ફરાર થઇ ગઈ. આરોપી મહિલા દાંતાના દંપતીને સરકાર પ્રસુતિના રૂપિયા આપે છે તેમ કહી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવી હતી. ત્યારબાદ દંપતીને બાળકનું વજન કરવાનું છે તેમ કહીને બાળકને લઇ ફરાર થઇ ગઈ હતી. આ સમગ્ર ઘટના સિવિલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા માં કેદ થઇ છે. સીસીટીવી ફૂટેજમાં બાળકને લઈને ફરાર થયેલી મહિલા સ્પષ્ટપણે જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજ મુજબ આરોપી મહિલાએ સફેદ રંગના કપડાં પહેર્યા છે. લાલરંગની સાડીવાળી મહિલા જે દેખાય છે તેના વિશે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
ઘટના અંગે ચોંકાવનારી માહિતી એ મળી છે કે અપહ્રત બાળકના પિતાએ જણાવ્યું કે અપહરણ કરનાર મહિલા આરોપી સવિતાબેન એ અપહરણ નો પ્લાન એક મહિના પહેલા જ કરી લીધો હતો . એક મહિના પહેલા આરોપી સવિતાબેન પાલનપુર બસ સ્ટેન્ડ પાસે આ દંપતીને મળ્યા અને આરોપી મહિલાએ ભોગ બનનાર મહિલાને સગર્ભા જોતા લાલચ આપી હતી અને ફોન નંબર લઇ સતત સંપર્કમાં હતી . 10 દિવસ પહેલા બાળકનો જન્મ થતા આરોપી મહિલા સવિતાબેને દંપતી નો સંપર્ક કરી ગઈ કાલે તેમને પાલનપુર લેવા ગઈ હતી અને ત્યાર બાદ દંપતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવી બાળકનું વજન કરાવીને આવું છું તેમ કહી પ્લાનિંગ મુજબ બાળક લઇ ફરાર થઇ ગઈ. શાહીબાગ પોલીસે અપહરણ કરનાર સવિતાબેન નામની મહિલા સામે ગુનો નોંધ્યો છે.
માત્ર 13 જ દિવસનું જ વ્હાલસોયું બાળક દંપતી પાસેથી અપહરણ થઈ જતા પરિવારજનો લાચાર બન્યા છે . બીજી તરફ મહિલા આરોપીની મોડસ ઓપરેન્ડી જોતા અપહરણમાં માનવ તસ્કરી કરતી ગેંગ સામેલ હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે