જયંતી ભાનુશાળીના હત્યારાઓને મુસાફરોએ જોયા હતા, પોલીસે બનાવ્યા 2 સ્કેચ

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. જેમાં કેટલીક મહત્વની વિગતો પોલીસ સામે આવી છે. સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવામાં આવતાં ખળભળાટ મચ્યો છે અને પોલીસ માટે પણ આ હત્યા કેસ ઉકેલવો પડકાર સમો છે. જોકે પોલીસને એક મહત્વની કડી મળી છે. જેને આધારે પોલીસને હત્યારાઓ સુધી પહોંચવામાં સરળતા રહેશે. 

જયંતી ભાનુશાળીના હત્યારાઓને મુસાફરોએ જોયા હતા, પોલીસે બનાવ્યા 2 સ્કેચ

ઉદય રંજન/અમદાવાદ : ભાજપના દિગ્ગજ નેતા તરીકે જેમની ગણતરી થતી હતી અને કચ્છના રાજકારણના ખેરખા ગણાતા જયંત ભાનુશાળીની હત્યાથી ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે. કચ્છના રાજકારણમાં દિગ્ગજ નેતા ગણાતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાળીની સોમવારે મોડી રાતે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. જયંતી ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. જેમાં કેટલીક મહત્વની વિગતો પોલીસ સામે આવી છે. 

ગુજરાતીઓને ઠંડીમાં ફરવા વધુ એક હિલ સ્ટેશન મળ્યું, આ રહ્યું સરનામું

2 સ્કેચ તૈયાર કરાયા
જયંતી ભાનુશાળી હત્યા કેસ મામલે હવે હત્યારાઓના સ્કેચ તૈયાર કરવામા આવશે. સુરતના મુસાફરે હત્યારાઓને જોયા હોવાની વિગત સામે આવી છે. જેથી સુરતનો આ મુસાફર રેલવે પોલીસ સમક્ષ આવીને સ્કેચ તૈયાર કરાવશે. સ્કેચ તૈયાર કરાયા બાદ પોલીસને હત્યારા સુધી પહોંચવામાં સરળતા રહેશે. જયંતિ ભાનુશાલી હત્યા મામલે રેલવે પોલીસે 2 સ્કેચ તૈયાર છે. સુરતના પેસેન્જર અને એટન્ડન્ટના જણાવ્યા અનુસાર આ સ્કેચ બનાવ્યા છે. સ્કેચ અનુસાર, એક વ્યક્તિ ઘઉંવર્ણ અને પાતળો હતો અને બીજો વ્યક્તિ ઊંચો અને રૂપાળો દેખાતો હતો. ડીજીપી આશિષ ભાટિયા પ્રેસ કોંફરન્સ કરી સ્કેચ જાહેર કરશે.

JayantiBhanushali.JPG

આ હત્યામાં 2 હથિયારનો ઉપયોગ કરાયાનું સામે આવ્યું છે. તો હત્યારાઓ પણ બે હોવાનું ખુલ્યું છે. જેમાં એક હત્યારો ગુજરાતી બોલતો હતો અને બીજો હિન્દી બોલતો હતો. હત્યારાઓએ દરવાજો ખખડાવ્યો હતો. જેને લઈને ભાનુશાળીએ દરવાજો તો ખોલ્યો હતો, પરંતુ તેને ફરી બંધ કરવાનો પ્રયાસ પણ તેઓઓ કર્યો હતો. હત્યારાઓ ગોળી માર્યા પછી ભાનુશાળીનો એક મોબાઈલ લઈ ગયા હતા. ત્યારે હત્યારાઓ જયંતી ભાનુશાળીનો મોબાઈલ કેમ લઈ ગયા તે પોલીસ માટે મોટો સવાલ છે. મોબાઈલમાં એવું તો શું હતું જેને કારણે તેઓ મોબાઈલ લઈને નીકળ્યા હતા. હાલ તો પોલીસે ગુમ મોબાઈલની તપાસ શરૂ કરી છે. ત્યારે મોબાઈલમાં શું હતું તેને લઈને પણ તપાસ તેજ કરી દીધી છે. પોલીસે જયંતી ભાનુશાળીને ટિકિટ લઈ આપનારની તપાસ શરૂ કરી છે. 

4 સીસીટીવી ફૂટેજ મળ્યાં
જ્યંતી ભાનુશાલી હત્યા કેસમાં SITને અત્યાર સુધી 4 સ્થળેથી CCTV ફૂટેજ મળી આવ્યા છે. આ મામલે ટીસી અને એટેન્ડન્ટની પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમાં તેઓએ કબૂલાત કરી છે કે, કોચમાંથી જે અવાજ આવ્યો હતો તે ફાયરિંગનો નહિ, પણ કાચ તૂટ્યાંનો અવાજ હતો તેવું અમે સમજ્યાં હતા.

હત્યારાઓ સુધી પહોંચાડશે 'મોબાઇલ'
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસ દ્વારા તાપસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તપાસ બાદ બહાર આવ્યું છે, કે તેમની હત્યા કરયા બદા તેમની પાસેથી એક મોબાઇલ ગાયબ થઇ ગયો છે. મહત્વનું છે, કે હત્યારા આ મોબાઇલ લઇને ગયા હાય તો પોલીસ હત્યારાઓ સુધી પહોંચી શકે છે. ત્યારે મહત્વની વાતએ છે, કે હત્યારાઓ મોબાઇલને લઇને હત્યા કરી હોવાનું પણ હોઇ શકે છે. જયંતિ ભાનુશાળી બે મોબાઇલ રાખતા હતા જેમાઁથી એક મોબાઇલ ગાયબ થઇ જતા અનેક ખુલાસા થઇ શકે છે. આ મોબાઇલમાં  મહત્વની માહિતીને કારણે હત્યા કરી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી શકે છે. મોબાઇમાં પૂરાવાઓ દૂર કરવા માટે પણ હત્યા કરાઇ હોવાનું બહાર આવી રહ્યું છે.

કોઇ પણ ભોગે ખતમ કરવા ઇચ્છતી હતી...
અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કોણે કરી અને શા માટે કરી આ સવાલ હાલ ટોક ઓફ ધી સ્ટેટ બની ગયો છે ત્યારે પોલીસ દ્વારા આ કેસમાં મનીષા ગોસ્વામી સામે પણ જાણવા જોગ દાખલ કરાઈ છે. કોણ છે આ મનીષા ગૌસ્વામી ?અને જયંતિ ભાનુશાળી સાથે શું હતા તેના સંબંધો આવો જોઈએ. (વધુ વાંચો)

હત્યાની 10 મિનિટ પહેલા શું થયું હતું? 
ભાજપના દિગ્ગજ નેતા તરીકે જેમની ગણતરી થતી હતી અને કચ્છના રાજકારણના ખેરખા ગણાતા જયંત ભાનુશાળીની હત્યાથી ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે. કચ્છના રાજકારણમાં દિગ્ગજ નેતા ગણાતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાળીની સોમવારે મોડી રાતે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. જયંતિભાઈની હત્યાની 10 મિનિટ પહેલા શું થયું હતું તે અંગેની જાણકારી બહાર આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news