મહીસાગર : શાળામા ધ્વજવંદનનો થાંભલો ઉંચકવા જતા બે બાળકોનું કરંટ લાગવાથી મોત

આજે ગુજરાતભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. ત્યારે મહીસાગરના સંતરામપુર તાલુકામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દુખમાં ફેરવાઈ હતી. સંતરામપુર તાલુકાના કેણપુર માધ્યમિક શાળામાં ઉજવણી સમયે દુખદ ઘટના બની હતી. શાળામાં બે વિદ્યાર્થીઓને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થયા હતા. 
મહીસાગર : શાળામા ધ્વજવંદનનો થાંભલો ઉંચકવા જતા બે બાળકોનું કરંટ લાગવાથી મોત

અલ્પેશ સુથાર/મહીસાગર :આજે ગુજરાતભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. ત્યારે મહીસાગરના સંતરામપુર તાલુકામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દુખમાં ફેરવાઈ હતી. સંતરામપુર તાલુકાના કેણપુર માધ્યમિક શાળામાં ઉજવણી સમયે દુખદ ઘટના બની હતી. શાળામાં બે વિદ્યાર્થીઓને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થયા હતા. 

બંને વિદ્યાર્થીઓ ધ્વજવંદનનો થાંભલો ઉંચો કરવા ગયા હતા, અને તેમને કરંટ લાગ્યો હતો. આ ઘટના બાદ બંનેના પરિવાર પર આભ ફાટી નીકળ્યું હતું. બાળકોના મૃતદેહને સંતરામપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news