અમદાવાદ : ઝઘડો કરી રહેલા શખ્સની પાઈપ 20 દિવસની બાળકીને વાગી જતા થયું મોત

અમદાવાદના મેઘાણીનગરના ચમનપુરમાં મોડી રાત્રે થેયલા જૂથ અથડામણમા 20 દિવસ બાળકીની હત્યા થઈ છે. ઝઘડો કરી રહેલ શખ્સોની પાઇપ અચાનક 20 દિવસ બાળકીને વાગી જતા તેનું મોત થયું હતું. આ વિસ્તારના નામચીન બૂટલેગર સતીષ પટણીના હાથે થઈ છે બાળકીની હત્યા. પોલીસે ચાર શખ્સો પૈકી એકની ધરપકડ કરી છે. 

અમદાવાદ : ઝઘડો કરી રહેલા શખ્સની પાઈપ 20 દિવસની બાળકીને વાગી જતા થયું મોત

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના મેઘાણીનગરના ચમનપુરમાં મોડી રાત્રે થેયલા જૂથ અથડામણમા 20 દિવસ બાળકીની હત્યા થઈ છે. ઝઘડો કરી રહેલ શખ્સોની પાઇપ અચાનક 20 દિવસ બાળકીને વાગી જતા તેનું મોત થયું હતું. આ વિસ્તારના નામચીન બૂટલેગર સતીષ પટણીના હાથે થઈ છે બાળકીની હત્યા. પોલીસે ચાર શખ્સો પૈકી એકની ધરપકડ કરી છે. 

બ્રહ્માકુમારીઝના અનુયાયીઓ માટે દુખદ સમાચાર, રાજયોગીની સરલાદીદીનું થયું નિધન

અમદાવાદના મેઘાણીનગરમાં 20 દિવસની બાળકીની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. ચમનપુરાની બાપાલાલની ચાલીનો બનવા છે. જ્યાં ગઈ મોડી રાત્રે આરોપી બૂટલેગર સતીશ પટણી, ગોપાલ પટણી, દીપલ પટણી, હિતેશ મારવાડી અને લખન ઠાકોરએ ફરિયાદી લક્ષ્મીબહેન પટણીના ઘરે આતંક મચાવ્યો હતો. જેમાં હથિયારોથી લક્ષ્મીબહેનના પરિવારને કોઈ પણ કારણોસર માર માર્યો હતો. આ ઘટનામાં લક્ષ્મીબહેનની 20 દિવસની ખુશ્બુ નામની દીકરીને પાઈપ વાગી જતા ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

https://lh3.googleusercontent.com/-SFaKf3GLnZQ/XPnydiCj6OI/AAAAAAAAHJE/6EBqpBWseAckHvw_29HDSG7i61I3_9KDACK8BGAs/s0/AHm_Balki_Hatya2.JPG

આ ઘટના બનતાની સાથે જ પરિવાર અને સ્થાનિકો આક્રોશમાં આવી જતા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પોલીસે આખી રાતની મહેનત બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. મેઘાણી નગર પોલીસે બૂટલેગર સતીશ પટણી, ગોપાલ પટણી, દીપલ પટણી, હિતેશ મારવાડી અને લખન ઠાકોર સામે હત્યા સહિતનો ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે. 

https://lh3.googleusercontent.com/-LXC99_9gY34/XPnyjO6lpVI/AAAAAAAAHJQ/rLrKXHnvhCQPQQoGW0KDqqECqsmTHPU4QCK8BGAs/s0/AHm_Balki_Hatya.JPG

બાળકીની હત્યા બાદ ચુસ્ત બંદોબસ્ત
મેઘાણીનગરમા થયેલી બાળકીના મોત બાદ કોઈ અઘટિત બનાવ ન બને તે માટે હશનજીવાની ચાલી પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાય છે. આ વિસ્તારમાં 1 પીઆઈ, ત્રણ PSI અને 80 પોલીસકર્મીઓનો બંદોબસ્ત ખડકી દેવાય છે. તેમજ સ્થાનિક પોલીસની સાથે ડિવિઝનનો સ્ટાફ પણ બંદોબસ્તમાં મૂકાયો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news