ભારતના 2500 બાળકો સૌથી મોટા માનવ અબાકસ દ્વારા ગીનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે

આ અનોખા સમારંભમાં બાળકો 8 મિનીટમાં ગણિતના 200 સવાલોનો જવાબ આપવાનો પ્રયાસ કરશે. આ ઘટના અંગે ગીનીસ વર્લ્ડ રેકોર્ડઝ,લિમ્કા બુક ઓફ રેકર્ડઝ, એશિયા બુક ઓફ રેકર્ડઝ અને ઈન્ડીયા બુક ઓફ રેકર્ડઝના પ્રતિનિધિઓ નિર્ણય આપશે. 

ભારતના 2500 બાળકો સૌથી મોટા માનવ અબાકસ દ્વારા ગીનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે

અમદાવાદ : અબાકસ આધારિત વિઝ્યુઅલ મેથ્સ એજ્યુકેશનમાં ગ્લોબલ લીડર તરીકે ગણના પામતી યુનિવર્સલ કન્સેપ્ટ ઓફ મેન્ટલ એરિથમેટીક સિસ્ટમ (UCMAS) 17મી નેશનલ યુસીમાસ અબાકસ એન્ડ મેન્ટલ એરિથમેટિક એજ્યુકેશન ભારતમાં તેના પ્રકારની સૌથી મોટી સ્પર્ધા યોજવા સજજ બની છે. અમદાવાદમાં આ સ્પર્ધા તા. 1 અને 2 સપ્ટેમ્બરના રોજ અરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે  યોજાશે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 4 થી 13 વર્ષની ઉંમરના 3000 થી વધુ તેજસ્વી બાળકો સામેલ થવાની સંભાવના છે. 

ભારતમાંથી 7,000થી વધુ બાળકો આ સ્પર્ધામાં સામેલ થશે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાને આ સમારંભમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વર્ષની સ્પર્ધાની વિશેષતા  માનવ અબાકસ રહેશે જેમાં ભારતની 2500 શાળાઓનાં બાળકો સૌથી મોટા માનવ અબાકસ વડે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ રચવા પ્રયાસ કરશે.

આ અનોખા સમારંભમાં બાળકો 8 મિનીટમાં ગણિતના 200 સવાલોનો જવાબ આપવાનો પ્રયાસ કરશે. આ ઘટના અંગે ગીનીસ વર્લ્ડ રેકોર્ડઝ,લિમ્કા બુક ઓફ રેકર્ડઝ, એશિયા બુક ઓફ રેકર્ડઝ અને ઈન્ડીયા બુક ઓફ રેકર્ડઝના પ્રતિનિધિઓ નિર્ણય આપશે. 

1993માં મલેશિયામાં સ્થપાયેલ યુસીમાસ હાલમાં 80થી વધુ દેશોમાં 6,000થી વધુ કેન્દ્રોનુ નેટવર્ક ધરાવે છે અને તે  છેલ્લા 25 વર્ષમાં દુનિયાભરમાં 2.5 મિલિયનથી વધુ બાળકોને તાલિમ આપી ચૂકેલ છે. બાળકોમાં ચિંતનકારી કૌશલ્ય વડે વિકાસના પોતાના સાકલ્યવાદી (holistic)અભિગમ માટે જાણીતી આ સંસ્થા વિઝ્યુઅલ,ઓડિટરી અને ગતિસંવેદનશીલ/ સ્પર્શથી પારખી શકાય તેવી (Kinesthetic / Tactile.) એમ ત્રણ લર્નીંગ સ્ટાઈલનો ઉપયોગ કરીને બાળકોમાં બ્રેઈન પાવરને સતેજ કરે છે. 

ગણિતના કૌશલ્યને મજબૂત કરવા ઉપરાંત યુસીમાસના અભિગમમાં સમગ્ર બ્રેઈનનો વિકાસ કરીને યાદશક્તિ, ધ્યાનકેન્દ્રિત કરવાની ક્ષમતા, સર્જકતા તથા સમસ્યા નિવારણ જેવાં મુખ્ય કૌશલ્યો શિખવવાનો પ્રયાસ કરાય છે, જેનાથી આત્મ વિશ્વાસમાં ખૂબ જ વધારો થાય છે અને તમામ વિષયોના ક્ષેત્રમાં સફળતા તરફ દોરી જાય છે. આ પ્રોગ્રામ મહદઅંશે  માનવ શરીરરચનાના વિકાસમાં સહાયક બને છે, કારણકે તે શરીરનાં 5 +5  અંગોના વિકાસમાં સહાયક બને છે એટલે કે બરોળ, લીવર, હૃદય, ફેફસા  અને કીડની અને તેના મારફતે અનુક્રમે  હોજરી, ગોલ બ્લેડર, નાના આંતરડા, મોટા આંતરડા, બ્લેડરના વિકાસમાં સહાયક બને છે. 

યુસીમાસથી સફળ થઈને ઘણા વિદ્યાર્થીઓ આઈઆઈટી પ્રવેશ પરિક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સ્કૂલના બોર્ડઝની પરીક્ષાઓમાં ટોચના સ્થાન હાંસલ કરી શક્યા છે. યુસીમાસની તાલીમથી આત્મવિશ્વાસ વધે છે, ધ્યાન આપવાની તથા ધ્યાન  કેન્દ્રિત કરવાની એકાગ્રતા વધે છે અને યાદશક્તિમાં વધારો થાય છે. પ્રત્યક્ષ જ્ઞાનના મહત્વને કારણે એકંદર શૈક્ષણિક ઉત્કૃષ્ટતામાં વધારો કરવામાં તે ઉપયોગી નિવડે છે. યુસીમાસ તાલીમથી આંકડાઓ પ્રત્યેના પ્રેમમાં વૃધ્ધિ થાય છે અને ગણિતનો ડર નીકળી જતાં એકેડેમિક અને પ્રવેશ પરીક્ષાઓમાં સફળતા હાંસલ થાય છે. વધુમાં તે બાળક જીવનના પડકારો ઉપાડવા સજજ બને છે અને  મહાનતા હાંસલ કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news