Women's Day 2022: આ ગુજરાતણોએ યુદ્ધમાં દુશ્મનોને ચટાડી ધૂળ, જેમને ભારતીય સેના પણ કરે છે સલામ

International Women's Day: આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારતની સરહદે આવેલા કચ્છની મહિલાઓએ જે કાર્ય કર્યું છે. તે સરહદની રખોપા કરવા માટે સજ્જ આ વીરાંગનાઓને નમન કરવાનું મન થાય એવું કાર્ય કરી દેશભરમાં ડંકો વગાડી દીધો હતો

Women's Day 2022: આ ગુજરાતણોએ યુદ્ધમાં દુશ્મનોને ચટાડી ધૂળ, જેમને ભારતીય સેના પણ કરે છે સલામ

વિશ્વ મહિલા દિવસ: ભૂજ- ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા ફિલ્મ તો તમે જોઈ જ હશે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના ભૂજ એરબેઝ પર હુમલો કરે છે. જેમાં ભારતીય એરફોર્સ માટે બનાવેલો રન-વે તૂટી જાય છે. જે બાદ ભૂજ એરબેઝ નજીક આવેલા એક ગામની 300 મહિલાઓ પોતાના જીવને જોખમમાં મુકીને ઇન્ડિયન એરફોર્સ માટે રાતોરાત રન-વે તૈયાર કરે છે. તો આવો આજે વિશ્વ મહિલા દિવસ પર જાણીએ કોણ છે આ મહિલાઓ...

પાકિસ્તાનનું ‘ઓપરેશન ચંગીઝખાન’

સરહદની રખોપા કરવા માટે સજ્જ આ વીરાંગનાઓ
આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારતની સરહદે આવેલા કચ્છની મહિલાઓએ જે કાર્ય કર્યું છે. તે સરહદની રખોપા કરવા માટે સજ્જ આ વીરાંગનાઓને નમન કરવાનું મન થાય એવું કાર્ય કરી દેશભરમાં ડંકો વગાડી દીધો હતો. 1971 માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. તે દરમિયાન પાકિસ્તાનના હુમલામાં ભૂજ એરબેઝનો રન-વે તૂટી ગયો હતો. ત્યારે માધાપરની મહિલાઓએ અસાધારણ સાહસ દાખવીને તૂટેલા રન-વેને રાતોરાત ખુબ જ ઓછા સમયમાં તૈયાર કરી આપ્યો હતો. મોત સામે ઝઝૂમવા માધાપરની મહિલાઓ સૌથી પહેલા આગળ આવી હતી. ત્યારે સ્વ. ઇન્દિરા ગાંધીએ આ વિરાંગનાઓને બિરદાવતા 300 ઝાંસીની રાણીઓની ઉપમાં આપી હતી.

સરહદની રખોપા કરવા માટે સજ્જ આ વીરાંગનાઓ

પાકિસ્તાનનું ‘ઓપરેશન ચંગીઝખાન’
1971 ના યુદ્ધ વખતે ભારતના પશ્ચિમ ભાગમાં વાયુસેનાને કામ આવી શકે એવું એક માત્ર એરપોર્ટ ભુજની ભાગોળે આવેલું હતું. પાકિસ્તાને બરાબર વ્યૂહરચના બનાવી રન-વે પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલાને પાકિસ્તાને ‘ઓપરેશન ચંગીઝખાન’ નામ આપ્યું હતું. ભારત પાસે લડાકુ વિમાન હોય તો પણ નકામાં ઠરે, કેમ કે રન-વે વગર ઉડી જ ન શકે. બીજી બાજુ રાતોરાત રન-વે બની ના શકે! અલબત દુનિયાના બીજા કોઇ ભાગમાં આવી ઘટના બની હોત તો શક્ય ન હતું કે રાતોરાત રન-વે બની શકે. પરંતુ કચ્છની ખુમારી કંઇક અલગ જ છે. તૂટેલા રન-વેને તત્કાળ રીપેર થઇ શકે તે માટે મોટી સંખ્યામાં કામદારોની જરૂર હતી.

ભુજ સ્થિત એરસ્ટ્રીપને 35 વખત તોડી પાડવામાં આવી

1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ ભુજ માટે પણ કડવી યાદ સમાન
લશ્કર પાસે એટલા માણસો ન હતા અને જે હતા તે બધા યુદ્ધના મેદનામાં હતા. તે વખતે કચ્છના કલેકટર ગોપાલ સ્વામી હતા અને તેમણે સર્વત્ર ફરીને શ્રમદાન માટે લોકોને અપીલ કરી હતી. તેમાં માધાપરની મહિલાઓ સૌથી પહેલા આગળ આવી હતી. દુશ્મન દેશ દ્વારા 14 દિવસ સુધી હવાઇ હુમલાઓ કરી ભુજ સ્થિત એરસ્ટ્રીપને 35 વખત તોડી પાડવામાં આવી હતી. ત્યારે ભુજ તાલુકાના માધાપરની 300 જેટલી મહિલાઓ રાત-દિવસ સતત 72 કલાક સુધી કામ કરી એરપોર્ટ લડાકુ વિમાન માટે તૈયાર કર્યું હતું. ત્યારે 1971 નું ભારત-પાકિસ્તાન યુદ્ધ ભુજ માટે પણ કડવી યાદ સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news