સુરતમાં આજે 400થી વધુ હિન્દુઓ ધર્મપરિવર્તન કરશે

 સુરતમાં આજે 400થી વધુ હિન્દુઓ ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મ અપનાવવાના છે. સુરતના ગોડાદરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં 432 જેટલા હિન્દુઓ બૌદ્ધ ધર્મ સ્વીકારવાના છે. સરકારી અધિકારીઓની હાજરીમાં તેમને પ્રમાણપત્રો આપવામાં આવશે.
સુરતમાં આજે 400થી વધુ હિન્દુઓ ધર્મપરિવર્તન કરશે

તેજશ મોદી/સુરત : સુરતમાં આજે 400થી વધુ હિન્દુઓ ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મ અપનાવવાના છે. સુરતના ગોડાદરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં 432 જેટલા હિન્દુઓ બૌદ્ધ ધર્મ સ્વીકારવાના છે. સરકારી અધિકારીઓની હાજરીમાં તેમને પ્રમાણપત્રો આપવામાં આવશે.

500 લોકોએ કરી હતી અરજી
આજે શનિવારે સુરતના ગોડાદરામાં આવેલ મંગલ પાંડે કમ્યુનિટી હોલ ખાતે ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ મોટાપાયે યોજાવાનો છે. જેમાં 432 જેટલા હિન્દુઓ બૌદ્ધ ધર્મ સ્વીકારવાના છે. દોઢ વર્ષ પહેલા અંદાજે 500 જેટલા લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી. જેમાંથી 432 લોકોની વહીવટી પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે આ 432 લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે. આ તમામને બૌદ્ધ ધર્મનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રસંગે ઈન્કમ ટેક્સ વિભાગના ચીફ કમિશનર સુબચ્ચન રામ અને સુરત કલેક્ટર ડો.ધવલ પટેલ હાજર રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news