બિન સચિવાલય ક્લાર્ક ગેરરીતિ મુદ્દે મોટી સફળતા, 6 આરોપીઓની ધરપકડ

બિન સચિવાલય પરીક્ષા મુદ્દે ભારે વિવાદ થયા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ મુદ્દે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

બિન સચિવાલય ક્લાર્ક ગેરરીતિ મુદ્દે મોટી સફળતા, 6 આરોપીઓની ધરપકડ

અમદાવાદ : બિન સચિવાલય પરીક્ષા મુદ્દે ભારે વિવાદ થયા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ મુદ્દે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તપાસ ચાલુ કરવામાં આવી હતી. જો કે આ મુદ્દે પોલીસ દ્વારા 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં મોકલવામાં આવેલી ટીમને મહત્વની સફળતા મળી હતી. તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. 

બિન સચિવાલય પેપર કૌભાંડ મુદ્દે પોલીસને મહત્વની કડી મળી છે. બિન સચિવાલય પેપર લિક કરનારા 6 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જો કે આંતરરાજ્ય ગેંગની કોઇ સંડોવણી નહી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જણાઇ રહ્યું હોવાનું પણ મયંક ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું છે. મયંક ચાવડાએ જણાવ્યું કે, હાલ દાણીલીમડા ખાતેની એક શાળાની સંડોવણી જ બહાર આવી છે. આ શાળાના પ્રિન્સિપાલથી માંડી સંચાલક સુધીના લોકોની સંડોવણી સામે આવી છે. 

ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય વર્ગ -3ની પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમિયાન મોટા પ્રમાણમાં ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા હતા. જે બાબતે ઉમેદવારો અને કોંગ્રેસ પક્ષદ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. જેના પગલે સરકારે પરીક્ષા રદ્દ કરીને સીટની રચના કરવામાં આવી હતી. તપાસ કરવા માટે સીટની રચના કરવામાં આવી હતી. સીટ દ્વારા સીસીટીવી, વીડિયો ક્લિપ્સ, વ્હોટ્સએપ અને કોલ રેકોર્ડિંગનાં આધારે તપાસ ચાલુ કરવામાં આવી હતી. 

એસઆઇટીમાં ચેરમેન તરીકે અગ્ર સચિવ કમલ દયાણી અને સભ્યો તરીકે રેન્જ આઇજી મયંક સિંહ ચાવડા, આઇબી વડા મનોજ શશીધર અને પ્રોટોકોલ વિભાગનાં સચિવ જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ સમગ્ર કૌભાંડને બહાર લાવનાર યુવરાજસિંહ સહિતનાં 5 યુવાનોની મદદ પણ કેટલાક કિસ્સાઓમાં લેવાઇ હતી.

પત્રકાર પરિષદના મહત્વનાં મુદ્દા...
- ફખરુદ્દીન નામના વ્યક્તિએ પાડ્યા હતા ફોટા.
- અમદાવાદનાં દાણીલીમડાની એક શાળાની કૌભાંડમાં સંડોવણી બહાર આવી.
- શાળાના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની સંડોવણી પણ બહાર આવી.
- કોંગ્રેસના કાર્યકર લખવિન્દરસિંહની પણ સંડોવણી સામે આવી છે.
- અમદાવાદ તોફાનમાં સંડોવાયેલા કોર્પોરેટર શહેઝાદખાન પઠાણનાં કાકાની શાળા છે.
- રામ ગઢવી નામનાં વ્યક્તિની સંડોવણી પણ સામે આવી છે.
- પ્રવીણદાન ગઢવી નામનો આરોપી વોન્ટોડ છે
- દિપક જોશી નામનો આરોપીની સંડોવણી પણ બહાર આવી઼
- કોઇ આંતરરાજ્ય ગેંગની સંડોવણી સામે આવી નથી.
- સ્થાનિક કક્ષાએ જ કાવત્રુ ઘડાયું હોવાનું હાલ સામે આવ્યું છે.
* પોલીસે અત્યાર સુધી ૩૦ જેટલા નિવેદનો લેવામાં આવ્યા છે
* જેને પેપર લીક માં લાભ લીધો છે તેઓ તમામ સામે તપાસ થશે અને ગુનો નોંધીને કાર્યવાહી પણ કરાશે
* જે રૂમમાં papercut થાય છે એ રૂમમાં સીસીટીવી ન હતું
* હજુ વધુ 6 લોકોની સંડોવણી ય આ પેપર ફોડવાની લાઈનમાં હોઈ શકે તેવો પોલીસનું અનુમાન
* સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં ખાસ તપાસ કરવામાં આવી
* ભાવનગરની તપાસમાં ખાસ કોઈ ઓનલાઇન નથી
* સ્કૂલના સંચાલકો સામે અને સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તપાસ ચાલુ હોવાનું દાવો કર્યો
* પ્રવીણ દાન ગઢવી નો સાળો રામ દાન ગઢવી પણ સંડોવાયેલો છે
* કેટલી રકમ પેપર પોલીસ હતું તેની તપાસ ચાલુ છે
* દાણીલીમડા સ્કૂલમાંથી પેપર લીક થયું હોવાનું પોલીસને જાણકારી મળી
* રૂપક દિન આજ દાણીલીમડા સ્કૂલનો શિક્ષક કટર વડે પેપર નું સીલ તોડી તેમાંથી એક પેપર પર કાઢી લે છે બાજુમાં પ્રવીણદાન ગઢવી પેપર ના ફોટા પાડે છે ફકરૂદ્દીન ફોટા પાડીને કુતરા સીલપેક માંથી પાછા પેપર મૂકી દે છે કશું ન બન્યું હોય તો કેવી રીતે કામગીરી કરવામાં આવી
* ફકરૂદ્દીન ભાઈ બધાને પેપર આપવા પરીક્ષા ના સમયગાળામાં જાય છે અને પેપર માં વેચી આપે છે
* કોંગ્રેસના એક કાર્યકરનું પણ નામ આવ્યું
* લકી સિંગ નામનો કોંગ્રેસનો કાર્યકર હોવાની વાત પોલીસ દાવો કર્યો
* 6 આરોપીઓને પકડવામાં આવ્યા છે
* સ્કૂલના સંચાલકો ના મારફતે આખું કૌભાંડ થયું હોવાનો પોલીસનો દાવો
* નવાબ બિલ્ડરની સ્કૂલ છે
* વિજય સિંહ વાઘેલા સ્કૂલના પ્રિન્સિપાલ છે
* અમદાવાદ તોફાનોમાં સંડોવાયેલા નવાબ બિલ્ડરના શનિબાબા ના આ કાકા થાય છે
* આ ગેગ પૂરતી આંતરરાજ્ય કોઈ ગેગ ન હોવાની વાત કરી
* ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકર લકીસિહ હોવાનો પોલીસનો દાવો
* ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના રાજુ ઐયર કે અન્ય કોઈપણ સંડોવણી સામે નથી આવતી હોવાનો પોલીસનો દાવો
* પેપર નો મોબાઈલ નો સ્ક્રીનશોર્ટ હતો જે 11.6 મીનીટે બહાર હતો તેના આધારે જ આ લીંક નીકળી હોવાની વાત કરવામાં આવી
* પોલીસે અત્યાર સુધી ૩૦ જેટલા નિવેદનો લેવામાં આવ્યા છે
* જેને પેપર લીક માં લાભ લીધો છે તેઓ તમામ સામે તપાસ થશે અને ગુનો નોંધીને કાર્યવાહી પણ કરાશે
* જે રૂમમાં papercut થાય છે એ રૂમમાં સીસીટીવી ન હતું
* બિન સચિવાલય પરીક્ષા ના પેપર લીક થવાના મામલે ગાંધીનગર પોલીસને મળી મોટી સફળતા
* સીટ ની તપાસ દરમિયાન મોબાઇલ કે સલમાન મોકલેલા તમામ 11 મોબાઈલ જપ્ત કરેલા
* જેમાં પ્રવીણદાન ગઢવી દ્વારા ઉપરથી ડેટા મળ્યો હોવાનું બહાર આવ્યું
* ગૌરવ જોશી ની તપાસ કરતા આવો કોઈ વ્યક્તિએ હયાત ન હતો પણ તેનું નામ દીપક જોષી હતું
* આ બનાવમાં પ્રવીણદાન ગઢવી સૂત્રધાર છે અને દીપક જોષી દાણીલીમડા ની એમ એસ હાઈસ્કૂલ પાસે આખું કાવતરું ઘડવામાં આવ્યુ હતું
* ફારૂક ભાઈ ના મારફતે વિજયસિંહ નામનો દાણીલીમડા સ્કૂલનો પ્રિન્સિપાલ છે તે પણ સૂત્રધાર છે
 

કયારે શું બન્યું...
- 17 નવેમ્બરના રોજ પરીક્ષા શરૂ થતાં જ ગેરરીતિઓના વિડિયો વાઈરલ
- 18 નવેમ્બરે કોઈ પ્રકારની ગેરરીતિ ન થઈ હોવાનો સરકારે દાવો કર્યો.
- 22 નવેમ્બરે ઉમેદવારોએ ગેરરીતિ મામલે ગૌણ સેવા પસંદગી મંડળમાં રજૂઆતો કરી
- 29 નવેમ્બરે કોંગ્રેસે સામુહિક ચોરીઓના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા
- 2ડિસેમ્બરે પંસદગી મંડળે રજૂઆતો સાંભળવાનું જ બંધ કરી દીધું.
- 3ડિસેમ્બરે પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું
- 4ડિસેમ્બરે પુરવા છતાં સરકારે પેપર લીક થયું હોવાનો ઈન્કાર કર્યો
- 14 ડિસેમ્બરે FSLએ એક કલાક પહેલા પેપર લીક થયું હોવાનું સ્વિકાર્યું.
- 16 ડિસેમ્બરે એટલે કે મહિના પછી સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો
- 25 ડિસેમ્બરે પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news