છોકરીઓની છેડતી કરતા રોમિયોના હવે ભુક્કા, ઉત્તર ગુજરાતની 600 દિકરીનું ‘મિશન સાહસી’
જીલ્લાના રોમિયો થઈ જ જો સાવધાન કેમ કે, મહેસાણાની 600 કરતા વધુ દીકરીઓએ " મિશન સાહસી " સેલ્ફ ડિફેન્સની ટ્રેનિગ લીધી છે. આ ટ્રેનિગ બાદ દીકરીઓ જાતે જ પોતાની સુરક્ષા કરશે અને લુખ્ખા તત્વો તથા છેડતી કરતા રોમિયોને જાતે જ શબક શીખવાડશે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: જીલ્લાના રોમિયો થઈ જ જો સાવધાન કેમ કે, મહેસાણાની 600 કરતા વધુ દીકરીઓએ " મિશન સાહસી " સેલ્ફ ડિફેન્સની ટ્રેનિગ લીધી છે. આ ટ્રેનિગ બાદ દીકરીઓ જાતે જ પોતાની સુરક્ષા કરશે અને લુખ્ખા તત્વો તથા છેડતી કરતા રોમિયોને જાતે જ શબક શીખવાડશે.
આજ કાલ આપણી આજુબાજુ એવા કેટલાય કિસ્સા જોયા હશે જેમાં કેટલાક રોમીઓ સ્કૂલ કે, કોલેજ આગળ કે બસ સ્ટેન્ડમાં ઉભા રહીને દિકરીઓ, વિધાર્થીનીઓની છેડતી કરતા હોય છે. ત્યારે આવા રોમીઓને સબક શીખવાડવા તેમજ આ દીકરીઓ સ્વનિર્ભર થાય તે માટે મહેસાણા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા 16 થી 19 તારીખ દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતી 600 કરતા વધુ દીકરીઓને ટ્રેનિગ આપવામાં આપવામાં આવી હતી.
લિવ-ઇનમાં રહેતા કોન્સ્ટેબલે યુવતિ સાથે શારિરીક સંભંધ બાંધી ઉતાર્યા વીડિયો, નોંધાઇ ફરિયાદ
આ ટ્રેનિગ આપ્યા બાદ આજે આ દીકરીઓને કેવી રીતે અને કેવી ટ્રેનિગ આપવામાં આવી હતી. તેનું ડેમોન્સ્ટેશન રાખવામાં આવ્યું હતું. આ ટ્રેનિગ મહેસાણા જિલ્લાની 9 સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતી 600 જેટલી વિધાર્થીઓને તારીખ 16 થી 19 તારીખ સુધી આપવામાં આવી હતી. જેમાં આ વિધાર્થીઓને કોઈ પણ વ્યકિત તેને હેરાન કરે તો તેને કઈ રીતે સબક શીખવાડવો તેની સમજ તેમજ તેને રોકવાની ટ્રેનિગ આપવામાં આવી હતી. આ ટ્રેનિગ બાદ હવે આ વિધાર્થીનીઓ પોતાનો સ્વબચાવ તો કરશે સાથે મહેસાણાના રોમિયોને સબક પણ હવે આ દીકરીઓ શીખવાડશે તેમ કહીએ તો નવાઈ નહિ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે