ગુજરાતમાં હાર્ટ એટેક બન્યો કિલર; જોત જોતામાં વોલીબૉલ રમતાં 19 વર્ષીય યુવાનનું પ્રાણ પંખેરું ઉડી ગયું!

છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલો આ સિલસિલો હજુ પણ યથાવત છે. મહેસાણામાં આજે 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. 19 વર્ષીય યુવાન કૉલેજમાં વોલીબૉલ રમી રહ્યો હતો, તે દરમિયાન તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.

ગુજરાતમાં હાર્ટ એટેક બન્યો કિલર; જોત જોતામાં વોલીબૉલ રમતાં 19 વર્ષીય યુવાનનું પ્રાણ પંખેરું ઉડી ગયું!

Heart Attack Death In Gujarat : ગુજરાતમાં હાર્ટએટેક જીવલેણ બની રહ્યો છે. રોજ ગુજરાતના કોઈને કોઈ શહેરમાં હૃદય બંધ પડી જવાથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આજે મહેસાણામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાના સામાચાર સામે આવ્યા છે. 

છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલો આ સિલસિલો હજુ પણ યથાવત છે. મહેસાણામાં આજે 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. 19 વર્ષીય યુવાન કૉલેજમાં વોલીબૉલ રમી રહ્યો હતો, તે દરમિયાન તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને પછી તે નીચે ઢળી પડ્યો હતો. યુવાનને બાદમાં હૉસ્પીટલમાં લઇ જવાયો જ્યાં તેને મૃત જાહેર કરવામા આવ્યો હતો.

જોકે, 19 વર્ષીય યુવાનને હૉસ્પિટલ લઇ જવાયો તે પહેલા જ હાર્ટ એટેકથી મોત થઇ ગયું હતું. 19 વર્ષીય મૃતક યુવાનનુ નામ મનિષ પ્રજાપતિ છે, અને મહેસાણાનો રહેવાસી છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, જેને લઇને લોકોમાં ચિંતા પેઠી છે.

મોરારીબાપુએ આપ્યો હાર્ટ એટેકથી બચવાનો રામબાણ ઈલાજ
મહુવા ખાતે ચાલતી રામકથા ની પૂર્ણાહુતિ સમયે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. મોરારી બાપુએ કથા દરમ્યાન મોટી સલાહ આપી હતી. તેમણે ભજન ગાતા સમયે તાળી પાડીને રામનું નામ લ્યો અને હાર્ટ એટેક અંગે વાત કરી હતી. 

મોરારી બાપુએ કથામાં કહ્યું કે, હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડવાથી આપો આપ બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો ગાતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક નહોતા આવતા. ગામડાના લોકો ગરબા ભજન સમયે ઉલી ઊલીને તાલી પાડતા હોય છે એને હાર્ટ એટેક નથી આવતો. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે. હું કહું છું તાલી પાડીને અંતરના દરવાજા ખોલજો, હાર્ટ એટેક નહિ આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news