ગુજરાતમાં સોનાની દાણચોરીનો મોટો કેસ! ઓપરેશન ગોલ્ડમાઈન હેઠળ 48 કિલો સોનાની પેસ્ટ જપ્ત

DRIની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે DRI ના અધિકારીઓએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નં. IX172 મારફતે શારજાહથી આવતા 3 મુસાફરોને અટકાવ્યા હતા.

ગુજરાતમાં સોનાની દાણચોરીનો મોટો કેસ! ઓપરેશન ગોલ્ડમાઈન હેઠળ 48 કિલો સોનાની પેસ્ટ જપ્ત

મૌલિક ધામેચા/સુરત: ઓપરેશન ગોલ્ડમાઈનના ભાગરૂપે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી  48.20 કિલો ગોલ્ડ પેસ્ટ જપ્ત કરી છે. હાલમાં સુરત એરપોર્ટ પરથી સોનાની દાણચોરીનો મોટો કેસ માનવામાં આવી રહ્યો છે. 

DRIની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે DRI ના અધિકારીઓએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નં. IX172 મારફતે શારજાહથી આવતા 3 મુસાફરોને અટકાવ્યા હતા. જોકે આ ત્રણેય દાણચોરીનાં ઇરાદે આવેલા શખ્સો એ પહેલાં સ્ક્રીનીંગ બચવા પ્રયાસો કર્યા હતા. પણ DRI ટીમે  સોનાની પેસ્ટ સ્વરૂપમાં સોનું વહન કરવાની શંકાસ્પદ રીતને પહેલી વખત માં જ અટકાવ્યા અને તેમના હાથના સામાન અને ચેક-ઇન સામાનની તપાસ કરવામાં આવી હતી. 

આ તપાસ દરમ્યાન પકડાયેલ ત્રણેય મુસાફરો પાસેથી 5 બ્લેક બેલ્ટમાં છુપાયેલા 20 સફેદ રંગના પેકેટોમાં પેસ્ટ સ્વરૂપમાં 43.5 કિલો સોનું સંતાડેલું મળી આવ્યું હતું. જોકે બાદમાં મુસાફરોની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત અધિકારીઓની મદદથી ભારતમાં દાણચોરી કરવા માટે સોનું છુપાવવામાં આવ્યું હતું. 

સત્તાવાળાઓ દ્વારા સ્ક્રિનિંગ અને પરીક્ષા ટાળવા માટે ઇમિગ્રેશન પહેલાં સ્થિત શૌચાલયમાં સોનાનું વિનિમય કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં વધુ કાર્યવાહી થી પેસ્ટ સ્વરૂપમાં 4.67 કિલો સોનું વધુ પ્રાપ્ત થયું, જે ઇમિગ્રેશન ચેકપોઇન્ટની બાજુમાં પુરુષોના વોશરૂમમાં સંતાડી રાખવામાં આવેલું જેને CISF દ્વારા DRIને સોંપવામાં આવ્યું હતું. 

જોકે પકડાયેલ મુદ્દામાલ અંદાજે 48.20 કિલો સોનાની પેસ્ટ હોવાનું સામે આવ્યું છે. જેની અંદાજીત કિંમત ₹ 25.26 કરોડની કિંમતનું 42 કિલોથી વધુ સોનું મળ્યું હતું. DRI એ હાલ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ 3 મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીની DRની તપાસ પરથી એવું જણાઈ રહ્યું છે કે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સંગઠિત દાણચોરીનું રેકેટ ચાલી રહ્યું છે. ને વધુ તપાસએરપોર્ટ પર અધિકારીઓ સહિત અન્ય વ્યક્તિઓની સંડોવણી શોધી કાઢી છે અને સમગ્ર સિન્ડિકેટને તોડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી દાણચોરીની સિન્ડિકેટની કામગીરીનો પર્દાફાશ કર્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news