SURAT: જો મોંઘો દારૂ પીને કોલર ઉંચી કરતા હો તો ચેતી જજો, પોલીસે ઝડપ્યું મોટુ કૌભાંડ

કોરોનામાં કાંઈ કામ ન હોવાથી એક જમીન દલાલ ભાડાના મકાનમાં દારૂ બનાવતો હતો. ઉમરા પોલીસે રેડ કરી માલ્ટ કેમિકલ, આલ્કોહોલ, દારૂ બનાવવાનો કલર, વિદેશી દારૂની બોટલ અને ઢાંકણ વિગેરે મળી રૂ. 36 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો. ગુજરાતમાં નહિ પણ ભારત ભરમાં કોરોનાની અસર તમામ લોકોને થઈ હતી. ખાસ કરીને વેપાર ધંધા પર તેની અસર જોવા મળી હતી, ત્યારે લોકો પોતાના વેપાર પણ બદલી નાખ્યા અથવા રોજીંદો વેપાર બંધ થતાં બીજા ગુનાના રવાડે ચડ્યા છે. તેવો એક કિસ્સો સુરતના ઉમરા ગામમાં સામે આવ્યો. ઉમરા ગામના નવા નવસાત મહોલ્લામાં ઉમરા પોલીસે માહિતીના આધારે દરોડા પડયા હતા.
SURAT: જો મોંઘો દારૂ પીને કોલર ઉંચી કરતા હો તો ચેતી જજો, પોલીસે ઝડપ્યું મોટુ કૌભાંડ

સુરત : કોરોનામાં કાંઈ કામ ન હોવાથી એક જમીન દલાલ ભાડાના મકાનમાં દારૂ બનાવતો હતો. ઉમરા પોલીસે રેડ કરી માલ્ટ કેમિકલ, આલ્કોહોલ, દારૂ બનાવવાનો કલર, વિદેશી દારૂની બોટલ અને ઢાંકણ વિગેરે મળી રૂ. 36 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો. ગુજરાતમાં નહિ પણ ભારત ભરમાં કોરોનાની અસર તમામ લોકોને થઈ હતી. ખાસ કરીને વેપાર ધંધા પર તેની અસર જોવા મળી હતી, ત્યારે લોકો પોતાના વેપાર પણ બદલી નાખ્યા અથવા રોજીંદો વેપાર બંધ થતાં બીજા ગુનાના રવાડે ચડ્યા છે. તેવો એક કિસ્સો સુરતના ઉમરા ગામમાં સામે આવ્યો. ઉમરા ગામના નવા નવસાત મહોલ્લામાં ઉમરા પોલીસે માહિતીના આધારે દરોડા પડયા હતા.

ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતું. પોલીસે રેડ કરી દારૂની ખાલી બોટલ, દારૂ બનાવવાનો કલ, માલ્ટ અને એસેન્સ કેમિકલ, સ્ટીકર તથા પુઠાના બોકસ વિગેરે મળી કુલ રૂ. 36,850ના મુદ્દામાલ સાથે જમીન દલાલની ધરપકડ કરી. ઉમરા પોલીસે કલ્પેશ ઉર્ફે લાલો રામચંદ્ર સામરીયા (ઉ.વ. 38) ની ધરપકડ કરી તેની પાસેથી જયાંથી માલ્ટ કેમિકલ અને એસેન્સની મદદથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડયું હતું.

પોલીસે વિદેશી બનાવટની અલગ-અલગ બ્રાંડની ખાલી બોટલ અને સ્ટીકર, 10 લિટર આલ્કોહોલ, દારૂ બનાવવાનો કલર, 1 લિટર માલ્ટ કેમિકલ, 2 લિટર એસેન્સ, પ્લાસ્ટિકના 5 કેરબા, બોટલ પેક કરવા માટેના 2 નંગ હેન્ડ પ્રેસીંગ મશીન, વિદેશી દારૂની બોટલના ઢાંકણ નંગ 3112, આલ્કોહોલની માત્રા ચેક કરવાનું મીટર, પુઠાના બોક્ષ, પ્લાસ્ટિકના 200 લિટરનું પીપ, વિગેરે  મુદામલ જપ્ત કર્યો. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરતા એક પછી એલ હકીકત સામે આવી તો જેની અંદર આ જમીન દલાલીનો વ્યવસાય કરતા હતા પણ કોરોના સમયે ઘણા સમયથી ધરે હતા. જેથી કોઈ વેપાર કરી શક્યા ન હતા. જેથી સરળ અને ઝડપી રૂપિયા કમાવવા માટે કમલેશ ઉર્ફે લાલો સામરીયા છેલ્લા ઘણા સમયથી કેમિકલની મદદથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી વેચાણ કરતો હોવાની કબૂલાત કરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news