ભરૂચમાં લગ્નના ફેરા ફરતા પહેલા દુલ્હા-દુલ્હન પહોંચ્યા મતદાન કરવા

ભરૂચના બાહુબલી બિલ્ડિંગ ખાતે જે મતદાન મથક છે ત્યાં આ દુલ્હા અને દુલ્હન મતદાન કરવા પહોંચ્યાં હતાં.

ભરૂચમાં લગ્નના ફેરા ફરતા પહેલા દુલ્હા-દુલ્હન પહોંચ્યા મતદાન કરવા

ભરૂચ: ગુજરાતમાં આજે 14મી વિધાનસભા માટે ચૂંટણીજંગ છે. આજે રાજ્યના 19 જિલ્લામાં સવારના 8 વાગ્યાથી મતદાન શરુ થઇ ગયું છે અને સાંજે 5 કલાક સુધી રાજ્યના પ્રજાજનો મતાધિકારનો ઉપયોગ કરશે. આ વખતે ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન છે જે અંતર્ગત આજે પહેલા તબક્કાનું મતદાન છે જ્યારે બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે છે. મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં લગ્નના માંડવે જતા પહેલા વરરાજા અને નવવધૂએ સૌપ્રથમ મતદાન કરવાને પોતાની ફરજ ગણી. માંડવે ફેરા ફરતા પહેલા તેઓ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી ગયા હતાં.

ભરૂચના બાહુબલી બિલ્ડિંગ ખાતે જે મતદાન મથક છે ત્યાં આ વરરાજા અને નવવધૂ મતદાન કરવા પહોંચ્યાં હતાં. મતદાન કરીને તેમણે લોકોને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અત્રે જણાવવાનું કે પહેલા તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની  કુલ 89 બેઠકો માટે યોજાનાર આ મતદાનમાં 977 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. 89 બેઠક પર કુલ 977 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં 10 તાલુકા, 939 ગામડાં અને છ નગરપાલિકા વિસ્તારનો સમાવેશ  થાય છે.

— ANI (@ANI) December 9, 2017

જિલ્લાની રીતે ગણતરી કરીએ તો કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરુચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના મતદારો તેમનો આગામી વિધાનસભ્ય પસંદ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news