સુરતમાં ઘર પાસે રમી રહેલ બાળક પર શ્વાનને હુમલો કરી માથું કરડી ખાધું, બાળકને હોસ્પિટલમાં ખસેડાયો

મૂળ ઝારખંડનો વિજય રામ પર્વત ગામમાં આવેલા સંતોષ નગરમાં પરિવાર સાથે રહે છે. તેમનો બે વર્ષીય દીકરો શિવાન્સ સહિત બે પુત્ર છે. વિજય કાપડ માર્કેટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

સુરતમાં ઘર પાસે રમી રહેલ બાળક પર શ્વાનને હુમલો કરી માથું કરડી ખાધું, બાળકને હોસ્પિટલમાં ખસેડાયો

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં અખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. પર્વત ગામમાં એક 2 વર્ષના બાળક પર શ્વાને અચાનક હુમલો કરી માથું કરડી લીધું હતું. જેમાં બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સાત ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે આ હુમલામાં બાળકની આંખ પર પણ ઇજા થઈ હતી. જોકે, આંખ બચી ગઈ હતી. 

મૂળ ઝારખંડનો વિજય રામ પર્વત ગામમાં આવેલા સંતોષ નગરમાં પરિવાર સાથે રહે છે. તેમનો બે વર્ષીય દીકરો શિવાન્સ સહિત બે પુત્ર છે. વિજય કાપડ માર્કેટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે માતા રસોઈ કરી રહી હતી અને શિવાન્સ ઘર બહાર રમી રહ્યો હતો. સોસાયટીમાં રમતા બાળકો પર શ્વાન તુટી પાડ્યો હતો. જેમાં બે વર્ષીય શિવાન્સ એક શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. શિવાન્સનું માથું શ્વાને મોઢામાં લઈને લીધું હતું. જેથી માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. આ સાથે એક આંખ પર પણ ઇજા થઇ હતી. જોકે આંખ બચી ગઈ હતી. જો વધુ ઇજા થઇ હોત તો આંખ પણ ગુમાવવાની નોબત આવી હોત. 

પિતાએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં અને આસપાસના વિસ્તારમાં શ્વાનનો આતંક ખૂબ જ છે. બાળકો ઘર બહાર પણ રમી શકતા નથી. રાત્રે પણ ઘરે જતા સમયે શ્વાન હુમલા કરે છે. પાલિકા દ્વારા શ્વાનના આતંકને લઈને કામગીરી કરવી જોઈએ. વહેલી તકે હુમલા કર્યા શ્વાનોને પકડી લેવા જોઈએ. શ્વાનના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news