ISROમાં આગ લાગી, ફાયર ફાઈટર્સની 5 ગાડીઓ તાત્કાલિક દોડાવાઈ
અમદાવાદમાં આવેલ ઈસરોમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. જેને પગલે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક દોડાવવામાં આવી હતી.
Trending Photos
અમદાવાદ : અમદાવાદમાં આવેલ ઈસરોમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. જેને પગલે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક દોડાવવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસરોના પ્રદર્શન વિભાગમાં આજે બપોરના સમયમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગને બોલાવવું પડ્યું હતું. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓનો કાફલો ઈસરો પહોંચાડી દેવામાં આવ્યો હતો અને આગ બૂઝવવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ ન હતી.
Ahmedabad: A fire breaks out inside Indian Space Research Organisation (ISRO), 5 fire tenders at the spot. More details awaited. pic.twitter.com/BzJFa3CHzg
— ANI (@ANI) December 28, 2018
આ આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી. પરંતુ તેને બૂઝવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી હતી. ઈસરોના પ્રદર્શન રૂમમાં લાગેલી આગમાં સ્ક્રેપ અને પેપર સ્ટેશનરી બળીને ખાખ થઈ ગઈ હતી. તો સ્ટોરરૂમમાં પડેલી સ્ટેશનરી પણ બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગની ટીમે આગ પર મહદંશે કાબુ મેળવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે