દીકરીઓ જાય તો જાય ક્યાં? 13 વર્ષની કિશોરી ઘરમાંથી બહાર નીકળતા જ પાડોશી લઇ ગયો અને પછી...

વટવા જીઆઈડીસી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ 23 વર્ષીય યુવકે 13 વર્ષની કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. જેનાં કારણે તેને જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો છે. વટવા વિસ્તારમાં 13 વર્ષની કિશોરી પરિવાર સાથે રહે છે

દીકરીઓ જાય તો જાય ક્યાં? 13 વર્ષની કિશોરી ઘરમાંથી બહાર નીકળતા જ પાડોશી લઇ ગયો અને પછી...

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ઘરમાંથી બહાર નિકળેલી સગીરાને પાડોશીએ ઘરમાં લઈ જઈ તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ ગુજાર્યું. જોકે આ ઘટના અંગે પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

વટવા જીઆઈડીસી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ 23 વર્ષીય યુવકે 13 વર્ષની કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. જેનાં કારણે તેને જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો છે. વટવા વિસ્તારમાં 13 વર્ષની કિશોરી પરિવાર સાથે રહે છે. થોડા સમય પહેલા કિશોરી બાથરૂમ જવા માટે પોતાના ઘરની બહાર નિકળી હતી તે સમયે પાડોશમાં રહેતા યુવકની તેનાં પર નજર પડતા તેને કિશોરીની પોતાનાં ઘરમાં બોલાવી હતી અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

કિશોરી પર આરોપીએ બળજબરી કરી દુષ્કૃત્ય આચરતા તે ડરી ગઈ હતી અને ઘરે જઈને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જોકે આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. કિશોરીનાં પરિવારજનોએ આ મામલે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી જેલહવાલે કર્યો છે. પ્રાથમિક તપાસમા આરોપી છુટક મજૂરી કરતો હોવાનું ખુલ્યું છે. તેવામાં પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news