અમદાવાદ સહિત ગુજરાતમાં ધાબા પરથી પડવાના કુલ 117 કેસ, દોરી વાગવાની 84 ઘટના

ઉત્તરાયણને લઇને પતંગ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સારો પવન હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ પતગ ચકાવીને ઉતરાયણની મઝા માણી હતી. જ્યારે સાંજે 6 વાગ્યા સુધીમાં અમદાવામાં અકસ્માતો સહિત અનેક એવા બનાવો સામે આવ્યા જેમાં 108ને ઇમરજન્સી કોલ્સ મળ્યા હતા. 

અમદાવાદ સહિત ગુજરાતમાં ધાબા પરથી પડવાના કુલ 117 કેસ, દોરી વાગવાની 84 ઘટના

મૌલિક ધામેચા/અમદાવાદ: ઉત્તરાયણને લઇને પતંગ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સારો પવન હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ પતગ ચકાવીને ઉતરાયણની મઝા માણી હતી. જ્યારે સાંજે 6 વાગ્યા સુધીમાં અમદાવામાં અકસ્માતો સહિત અનેક એવા બનાવો સામે આવ્યા જેમાં 108ને ઇમરજન્સી કોલ્સ મળ્યા હતા. 

શહેરમાં ધાબેથી પડવાના કુલ 21 જેટલા કેસો સામે આવ્યા હતા. જ્યારે દોરી વાગવાના પણ આશરે 55 જેટલા કેસો સામે આવ્યા હતા. જ્યારે દોરી વાગવાને કારણે મહેસાણા કસ્બા વિસ્તારના લવાર ચોક પાસે એક બાળકનું મોત થયું હતું. જ્યારે બનાસકાંઠાના ડીસાના વાડીરોડ વિસ્તારમાં ધાબા પરથી નીચે પડી જતા એક બાળકીનું મોત નીપજ્યું છે.

ભાવનગર: સરપંચના પતિએ દલીતના મૃતદેહનો દફનવિધીનો કર્યો ઇનકાર, સમાજમાં રોષ

સમગ્ર ગુજરાતમાં એસોલ્ટના આશરે 94 જેટલા કેસ નોધાયા હતા. ઉતરાયણ પર્વમાં ધાબા પરથી પડી જવાન ગુજરાતમાં 117 જેટલા કેસો નોધાયા હતા. જ્યારે દોરી વાગવના 84 કેસ અને ઇમરજન્સીના 273 જેટલા કેસ નોધાયા હતા. અમદાવાદમાં ઇમરજન્સીને પહોંચી વળવા ફસ્ટ એડ, EMT ડોકટર ટીમ સાથે 108ની ટીમો તૈનાત કરવામાં આવી છે.

ગુજરાતના આ જસ્ટિસે અંગ્રેજ સરકાર પાસે મંજૂર કરાવી ઉત્તરાયણની જાહેર રજા

સુરતમાં પતંગ પકડવા જતા બાળકનું મોત
સુરતના નાના વરાછા ફ્લાયઓવર બ્રિજ પાસે કપાયેલો પતંગ પકડવા જતા અજાણ્યા વાહનની ટક્કરે એક બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ સ્થળ પર દોડી આવી છે અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news