વિશ્વકપ જોવા દિલ્હીથી આવેલા યુવક પાસે ગુજરાત પોલીસે કર્યો મોટો તોડ, જાણો સમગ્ર મામલો

અમદાવાદમાં રમાયેલી આઈસીસી વિશ્વકપ-2023 ફાઈનલ મેચ બાદ અમદાવાદ પોલીસ ચર્ચામાં આવી છે. લોકોની સુરક્ષા માટે બંદોબસ્તમાં લાગેલી ગુજરાત પોલીસ પર તોડકાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

 વિશ્વકપ જોવા દિલ્હીથી આવેલા યુવક પાસે ગુજરાત પોલીસે કર્યો મોટો તોડ, જાણો સમગ્ર મામલો

અમદાવાદઃ અમદાવાદમાં રવિવારે આઈસીસી વિશ્વકપ-2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટક્કર જોવા માટે દેશભરમાંથી અનેક લોકો અમદાવાદ પહોંચ્યા હતા. મેચ જોવા માટે સામાન્ય માણસથી લઈને અનેક વીવીઆઈપી લોકો પણ આવ્યા હતા. દર્શકોની સુરક્ષા જળયાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન  ટ્રાફિલ પોલીસના જવાબો બંદોબસ્તની સાથે તોડ કરતા પણ જોવા મળ્યા હતા. દિલ્હીથી આવેલા એક યુવક પાસેથી 20 હજારનો તોડ કરવામાં આવ્યો છે. 

રવિવારે રમાઈ હતી ફાઈનલ મેચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપની ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતીય ટીમ ફાઈનલ રમતી હોવાને કારણે દેશભરમાંથી મેચ જોવા માટે અનેક લોકો અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન મેચના બંદોબસ્તમાં રહેલા ટ્રાફિક પોલીસને દિલ્હીથી આવેલા એક યુવક પાસે દારૂની બોટલ મળી આવી હતી. આ બાબતે પોલીસ અને યુવક વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નાના ચિલોડા પોલીસે આ યુવકને ઝડપ્યો હતો. 

પોલીસ દ્વારા આ યુવકને પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે આસપાસના વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની પાસેથી ઓનલાઈન 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. પોલીસે આ યુવક પાસે તોડ કરી 20 હજાર રૂપિયા પડાવ્યા હતા. હવે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસની જવાબદારી ડિવિઝન ટ્રાફિક એસીપીને સોંપવામાં આવી છે. 

ગુજરાત પોલીસના આ વર્તનને કારણે દિલ્હીથી આવેલો યુવક નારાજ થયો હતો. સમગ્ર મામલે તોડબાજ પોલીસ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા છે. જ્યારે દિલ્હીથી આવેલા યુવકની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા પણ ગુજરાત પોલીસ તોડકાંડની અનેક ઘટનાઓમાં સામેલ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news