વડોદરા પાસે વહેલી સવારે વાતાવરણ ગાજી ઉઠ્યું મોતની ચિચિયારીઓથી, ઇકો ભાંગીને થઈ ગઈ ભુક્કો

પાદરા-જંબુસર હાઇવે પર કુરાલ ચોકડી પાસે આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે જોરદાર એક્સિડન્ટ થયો હતો

વડોદરા પાસે વહેલી સવારે વાતાવરણ ગાજી ઉઠ્યું મોતની ચિચિયારીઓથી, ઇકો ભાંગીને થઈ ગઈ ભુક્કો

વડોદરા : વડોદરા નજીક પાદરા-જંબુસર હાઇવે પર કુરાલ ચોકડી પાસે આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે જોરદાર એક્સિડન્ટ થયો હતો. આ ગમખ્વાર એક્સિડન્ટમાં પાલિતાણાના એક જ પરિવારના ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થઇ છે.

Photo

Photo

Photo

મળતી માહિતી પ્રમાણે પાદરા-જંબુસર હાઇવે પર કુરાલ ચોકડી નજીક આવેલા એસ્સાર પેટ્રોલ પંપ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાક્રમની પ્રાથમિક માહિતી પ્રમાણે ઇકો કાર જંબુસર તરફ જઇ રહી હતી ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે અકસ્માત સર્જાતા મોતનું તાંડવ સર્જાયું હતું. 

આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી અને તેમને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં એક બાળક, એક મહિલા અને બે યુવકોનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news