સુરત: RTE હેઠળ આજથી પ્રવેશ કાર્ય શરૂ, 914 શાળાઓમાં મળશે મફત પ્રવેશ

RTE એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત બાળકને શિક્ષાનો અધિકાર છે. આ હેઠળ ધોરણ એકથી 8માં ધોરણ સુધી બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે.

સુરત: RTE હેઠળ આજથી પ્રવેશ કાર્ય શરૂ, 914 શાળાઓમાં મળશે મફત પ્રવેશ

સુરત: RTE એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત બાળકને શિક્ષાનો અધિકાર છે. આ હેઠળ ધોરણ એકથી 8માં ધોરણ સુધી બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. RTE હેઠળ આજથી શહેરમાં પ્રવેશ કાર્યની શરૂઆત થવાની છે. શહેરની 914 શાળાઓમાં બાળકોને મફત પ્રવેશ મળશે.

RTE અંતર્ગત શહેરના 10,000 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. 1થી 6 કિલોમીટરના અંતરમાં આવતી શાળાઓમાં એડમિશન મળી શકશે. બાળકોના ફોર્મ ભરાવવા માટે 40 રિસિવિંગ સેન્ટરો બનાવવામાં આવ્યાં છે. બાળકને પ્રવેશ મળશે કે નહીં તે 10મી મે સુધીમાં DEO જાહેરાત કરીને જણાવશે.

અત્રે જણાવવાનું કે ગરીબ બાળકો શિક્ષણથી વંછિત રહે નહીં તે માટે આરટીઈ હેઠળ 25 ટકા પ્રવેશ અનામત રખાય છે. તથા આ પ્રકારે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષા પ્રાપ્ત કરવી એ દરેક બાળકનો અધિકાર છે. એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત 6 વર્ષથી લઈને 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ RTEનો ઉદ્દેશ્ય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news