કપડાં કાઢીને ફોટોગ્રાફ મોકલ નહીં તો ખાનગી ચેટ તારા પતિને મોકલીશ, અમદાવાદની પરિણીતા ભરાઈ

Cyber Crime : ઈન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિ સાથે સંપર્કમાં આવેલી પરિણીતાને લાંબી લાંબી વાતો કર્યો બાદ પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો... યુવકે ગંદા મેસેજ સમાજમાં વાયરલ કરવાની ધમકી આપી 
 

કપડાં કાઢીને ફોટોગ્રાફ મોકલ નહીં તો ખાનગી ચેટ તારા પતિને મોકલીશ, અમદાવાદની પરિણીતા ભરાઈ

Ahmedabad News : સોશિયલ મીડિયાના જમાનામાં તેમ મળો કે ના મળો પણ ઓનલાઈન તો મળી જાઓ જ છો. પહેલાં એકબીજાને વાત કરવાના પણ ફાંફા પડતા હતા. સોશિયલ મીડિયાનો દિવસેને દિવસે દુરોપયોગ વધી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાતચીત સમયે કેટલું ધ્યાન રાખવું એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તમારી દરેક વાતચીત સેવ થવાની સાથે સ્ક્રીન શોર્ટ રહે છે. તમને એમ કે તમે એ ભૂલી જશો પણ સામેવાળો તમને ભૂલવા દેશે નહી. આવો જ એક કિસ્સો અમદાવાદની પરીણિતા સાથે બન્યો છે. જે હવે પોલીસ સ્ટેશને પહોંચી છે. આ પ્રકરણમાં અમે જાણી જોઈને નામને ટાળી દીધા છે. અમદાવાદમાં ઘાટલોડિયામાં રહેતી 28 વર્ષની એક પરિણીતા મૂળ પેટલાદની છે. 

પરિણીતાએ અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, હું મારા પરિવાર સાથે છેલ્લા સાત વર્ષથી ભાડાના મકાનમાં રહું છું અને હું ગૃહિણી છું. મારા પતિ સતાધાર ચાર રસ્તા ખાતે આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. અને હું સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામનો છેલ્લા સાત વર્ષથી ઉપયોગ કરું છું.

ગઈ તા-૦૫/૧૦/૨૦૨૩ ના રોજ હું મારા ઘરે હાજર હતી દરમિયાન ઈન્સ્ટાગ્રામ આઈ.ડી dr_vishal_2 055 ઉપરથી મારા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી ઉપર ફ્રેન્ડ રીકવેસ્ટ આવેલી જે ફ્રેન્ડ રીકવેસ્ટ મેં સ્વીકારી હતી. જેના બાદ સામેવાળા આઈ.ડી ધારકે મને HI કરીને મેસેજ કર્યા હતા. ત્યાર બાદ અમે બંન્ને એકબીજા સાથે પર્સનલ વાતચીત કરી હતી. ત્યારબાદ તેણે મારી પાસે બિભત્સ પ્રકારના ફોટા માંગ્યા હતા, જે મેં તેને મોકલ્યા ન હતા. જેથી તેણે મનમાં લાગી આવતાં અમારી એકબીજા સાથે કરેલ વાતચીતની ચેટ મારા પતિના આઇ.ડી. ઉપર વાયરલ કરવાની ધમકી આપી હતી. 

જેથી મે રીક્વેસ્ટ અનફ્રેન્ડ કરી દીધી હતી. ત્યાર બાદ તા-૦૮/૧૦/૨૦૨૩ ના રોજ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી dr_vishal_2055 ઉપરથી મને સમાજમાં બદનામી થાય તેવા ગંદા-બિભત્સ પ્રકારના મેસેજો કરાયા હતા અને મારા પર્સનલ ચેટ મારા પતિને મોકલી આપવાની ધમકી અપાઈ હતી. એટલુ જ નહિ, મારી પાસેથી રૂ.૧૦,૦૦૦/- ની માંગણી કરી મને કોટક મહિન્દ્રા બેંકના ખાતા નંબર-5848185599 આઈ.એફ.એસ.સી કોડ-KK BK0002573 ની વિગત મોકલી આપી હતી. પરંતુ મેં તેને કોઈ નાણાં ચુકવ્યા ન હતા. જેથી આ dr_vishal_2055 નામના ઈન્સ્ટાગ્રામ આઇ.ડી. ધારકની સામે તપાસ કરવામા આવે.

આમ ગઈ તા-૦૫/૧૦/૨૦૨૩ થી આજદિન સુધી કોઈ અજાણ્યા ઈસમે સોશિયલ સાઈટ ઇન્સ ટોગ્રામ ઉપર dr_vishal_2055 નામની આઈ.ડી બનાવી મારી સમાજમાં બદનામી થાય તેવા ગંદા-બિભત્સ પ્રકારના મેસેજો કરી અને મારી પર્સનલ ચેટ મારા પતિના આઇ.ડી. ઉપર વાયરલ કરવાનુ જણાવી મારી પાસે રૂ.૧૦,૦૦૦/- ની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોય આ dr_vishal_2055 નામની ઈન્સટાગ્રામ આઈ.ડી બનાવનાર અજાણ્યા ઇસમ વિરુધ્ધ ધોરણસર થવા ફરિયાદ છે. આ ઘટના દેખાડે છે કે સોશિયલ મીડિયા સાઈટ્સ પર વાતચીત કરતાં તમારે કેટલું ધ્યાન રાખવાની જરૂર છે. પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે પણ આ કેસો સમાજમાં બદનામી આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news