તમારી છોકરીને સમજાવો! પેલા ગજેંદ્ર પછી વિશાલ અને હવે મારા ફ્રેન્ડ પાછળ પડી છે, આજે પણ પિક્ચર જોવા ગઈ છે

Cyber Crime : પિતાએ સાયબર ક્રાઈમમાં અજાણ્યા આઈડી પરથી આવેલા મેસેજ વિશે ફરિયાદ નોંધાવી... કોઈએ દીકરીની માહિતી આપીને ઈન્સ્ટાગ્રામ આઈડી બંધ કરી નાંખ્યું

તમારી છોકરીને સમજાવો! પેલા ગજેંદ્ર પછી વિશાલ અને હવે મારા ફ્રેન્ડ પાછળ પડી છે, આજે પણ પિક્ચર જોવા ગઈ છે

Ahmedabad News : સોશિયલ મીડિયાનો દિવસે ને દિવસે દુરુપયોગ વધી રહ્યો છે. સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે એટલા જ ગેરફાયદા છે. અમદાવાદમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ તમને આ બાબતે વિચાર કરતા મૂકશે. અમદાવાદમાં નિકોલમાં રહેતો એક વ્યક્તિ સાપ્તાહિક ન્યૂઝ પેપર ચલાવે છે. જેમની પત્ની ગૃહિણી છે. જેઓને સંતાનમાં એક દીકરી અને એક દિકરો છે. દિકરી ગાંધીનગરમાં આવેલી વી.પી.એમ.પી કોલેજમાં ડીપ્લોમાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને દિકરો કણભા ગુરુકૂળ સ્કૂલમાં ધોરણ-૦૮ માં ભણે છે. આ પિતાએ એક ફરિયાદ નોંધાવી છે. 

આજે પણ કોલેજમાંથી બંક મારીને મુવી જોવા ગયા 
ફરિયાદમાં ઉલ્લેખાયેલી વિગતો અનુસાર, એક શખ્સે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ગઇ તા.૧૭/૦૫/૨૦૨૩ ના રોજ મારા પત્નીના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. પર પ્રોફાઇલમાં મારી દીકરીનો ફોટો હતો, જે ઈન્સ્ટાગ્રામ આઇ.ડી પરથી સતત મેસેજો આવ્યા હતા. જેને મેસેજમાં કહ્યું કે તમારા ફ્લેટમા તેજસ રહે છે, તેનો ફ્રેન્ડ બોલું છું. તમારી છોકરીને સમજાવો કંઈક છોકરાવ સાથે કેવું કરે છે. પેલા ગજેન્દ્ર પછી વિશાલ પછી હવે મારા ફ્રેન્ડ પાછળ પડી છે. પેલા રોજ રોજ સામેથી મળવા બોલાવે કોલેજ પછી મૂવી જોવા લઇ જાય અને રેસ્ટોરન્ટમાં લઇ જાય છે. તમારી છોકરી અને એની ફ્રેન્ડ બન્ને કોલેજ ગયા પછી પોતાના બોયફ્રેન્ડને મળવા જાય છે. આજે પણ કોલેજમાંથી બંક મારીને મુવી જોવા ગયા છે. 

મારી દીકરીને બદનામ કરવાનું કાવતરું 
સાથે જ એ શખ્સે મેસેજમાં કહ્યું કે, ગઈ કાલ કોક જોડે કેફેમાં ગઈ તી તેમજ કોલેજ ફોન કરીને પુછજો લેક્ચર નઈ ભરતી. આન્ટી ધ્યાન રાખજો, મારી જોડે અર્ટીકામાં કેટલીય વાર આવી છે. યુવતીના પિતાએ પોલીસને જણાવ્યું કે, મારા પત્નીના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી પર જે મેસેજો આવેલા હતા, તેવા જ મેસેજો મારા દિકરાના ઈન્સ્ટાગ્રામ આઇ.ડી પર પણ આવ્યા હતા. જેથી કોઈ મારી દિકરીને બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યા હોય એવું અમને લાગે છે. ઉપરોકત મેસેજો કર્યા બાદ આ ઈન્સ્ટાગ્રામ આઇ.ડી બંધ થઇ ગયું હતું. જેથી ઈન્સ્ટાગ્રામ પર મારી દિકરીના નામથી આઇ.ડી બનાવી તેમાં મારી દિકરી ફોટા મુકી તેના વિશે ખોટી વાતો કરી બદનામ કરાઈ રહ્યાં છે. 

આમ એક પિતાની ફરિયાદ બાદ અમદાવાદ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. હાલ પિતાની અરજી પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news