ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે, ‘અમદાવાદ પર મારી નજર પહેલેથી જ હતી’

સત્યના પ્રયોગો પુસ્તકમાં અમદાવાદની પસંદગી અંગે ગાંધીજીએ લખ્યું છે કે, ‘અમદાવાદ ઉપર મારી નજર હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો.

ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે, ‘અમદાવાદ પર મારી નજર પહેલેથી જ હતી’

અમદાવાદ અને ગાંધી. આ શબ્દો એકબીજાના પર્યાય છે. ગાંધીજીએ આફ્રિકામાં રંગભેદની નીતિનો વિરોધ કર્યો, ત્યાં તેમને સફળતા પણ મળી. પણ સ્વતંત્રતાના માર્ગે ચાલવીને તેમની ખરી જર્ની તો ભારત આવીને શરૂ થઈ હતી. અહીંથી તેમણે અંગ્રેજો સામે મોરચો માંડવાનો હતો. ગાંધીજીની દરેક કાર્યનું સાક્ષી અમદાવાદ રહ્યું છે. 1915માં ગાંધીજીનું ભારતમાં આગમન બાદ તેમણે નિવાસ કરવા માટે અમદાવાદને પસંદ કર્યું હતું. ગુજરાતના રાજકીય પરિવેશમાં ગાંધીજીના માર્ગદર્શન હેઠળ વિવિધ તબક્કાવાર પરિવર્તનોથી આઝાદીની લડતનું કાઠુ ઘડાયું હતું. અમદાવાદના મિલ કામદારોના પ્રશ્નો હોય કે પછી અસ્પૃશ્યતા નિવારણની સમસ્યા હોય... અમદાવાદે રૂઢિગત માનસને ત્યજીને બાપુના વિચારોને અપનાવ્યા હતા. ગાંધીજીએ બહેનોને લડતમાં જોતરીને અનેક સ્ત્રીઓમાં નવુ જોમ પ્રગટાવ્યું હતું. બહેનોને ઘરની ચાર દિવાલમાંથી કાઢી હતી. અમદાવાદની મહાજન પરંપરાને સમાજ જીવનના પ્રવાહો સાથે જોડી ઉત્કર્ષ માટે વાળી. રાષ્ટ્રીય શાળા હોય કે પછી અમદાવાદીન લશ્કરી છાવણીને પાણી આપવાનો પ્રશ્નો હોય, દરેક મોરચે અમદાવાદ મ્યુનિસિપાલિટીને અંગ્રેજોના ખૌફથી દૂર રહેવું પડ્યુ. જેનુ કારણ હતા એકમાત્ર બાપુ. 

738222-mahatma-gandhi-and-k.jpg

ગાંધીજીએ અમદાવાદમાં માટે આવું કહ્યું હતું...
સત્યના પ્રયોગો પુસ્તકમાં અમદાવાદની પસંદગી અંગે ગાંધીજીએ લખ્યું છે કે, ‘અમદાવાદ ઉપર મારી નજર હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહી ધનાઢ્ય લોકો વધારે મદદ કરી શકશે એ પણ આશા હતી. 

અમદાવાદમાં ગાંધીજીની શરૂઆત
ગાંધીજીના આ વિચારોને કારણે જે તેમણે અમદાવાદમાં વસવાનું નક્કી કર્યું. અમદાવાદમાં ગાંધીજીએ વસવાનું નક્કી કર્યા બાદ વસવાટ માટે યોગ્ય મકાનની શોધ શરૂ કરી. જેમાં પશ્ચિમ આવેલ જીવણલાલ વ્રજલાલ દેસાઈનો બંગલો ભાડે રાખ્યો. આ આશ્રમનું નામ સત્યાગ્રહ આશ્રમ રાખ્યું. બાદમાં કામગીરીનો વ્યાપ વધતા તેમણે સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો. જે અમદાવાદમાં આવતા દેશવિદેશના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર કહેવાય છે. આ આશ્રમના દરેક ખૂણે ગાંધીજીના હોવાનો અહેસાસ થાય છે. ગાંધીજી અહીં સવાર-સાંજ પ્રાર્થના કરતા. આશ્રમના દરેક ખૂણે આજે પણ તેમની ગરિમા અને વિચારોને જાળવી રાખવામાં આવ્યા છે. જેને ગાંધી આશ્રમ પણ કહેવાય છે. ગાંધી આશ્રમ એટલે ગાંધીજીનું આઝાદી પહેલાનું અમદાવાદનું રહેઠાણ. અહીંથી જ આઝાદીની ચળવળની શરૂઆત થઈ હતી.  

626483-mahatma-gandhi.jpg

ગાંધીજી અને શિક્ષણ
ગાંધીજેએ શિક્ષણને મેકોલ માળખામાંથી બહાર કાઢીને હિન્દની જરૂરિયાતો સાથે શિક્ષણને જોડ્યું. ગુજરાત વિદ્યાપીઠ અને એમ.જે લાઈબ્રેરી પણ તેમની દેણ છે. ગાંધીજીના અમદાવાદના નિવાસને કારણે દેશભરના રાષ્ટ્રીય લડતના કાર્યકર્તાઓને વેગ મળ્યો. મીઠાના સત્યાગ્રહ માટે નીકળેલ દાંડીયાત્રામાં ગાંધીજીને અમદાવાદીઓને પૂરતો સહયોગ મળ્યો. અમદાવાદ ગાંધીજીના દરેક આંદોલનોનું સાક્ષી રહ્યું છે. 

અમદાવાદ અને રાજકારણ
ગાઁધીજી અમદાવાદમાં આવ્યા તે પહેલાથી જ ગુજરાતમાં કોંગ્રેસ હતું. પરંતુ તેની કામગીરી અત્યંત નબળી હતી. ગાંધીજીના આગમન પછી અમદાવાદના રાજકીય માનસમાં પરિવર્તન થયું હતું, તેમજ કોંગ્રેસની રાજકીય પ્રવૃત્તિઓમાં પણ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news