નરોડા કોન્ટ્રાક્ટર હત્યા કેસ: ઉદેયપુર લઈ જવાના બહાને ચાલુ ગાડીએ હત્યા, લાશ રાજસ્થાનમાં ફેંકી

સુરેશ મહાજનના ગુમ થયાના 40 દિવસ બાદ અરવિંદની ધરપકડ થતા હત્યા થઈ હોવાનું સામે આવ્યુ હતુ.જેથી પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરુ કરી હતી. જોકે હત્યા બાદ કોન્ટ્રાક્ટર રણજીત કુશવાહ, અનુજ પ્રસાદ અને સુરજ પાસવાન ફરાર હતા.

નરોડા કોન્ટ્રાક્ટર હત્યા કેસ: ઉદેયપુર લઈ જવાના બહાને ચાલુ ગાડીએ હત્યા, લાશ રાજસ્થાનમાં ફેંકી

ઉદય રંજન/અમદાવાદ: ખાનગી કંપનીના લેબર કોન્ટ્રાક્ટની અદાવત રાખી અન્ય કોન્ટ્રાક્ટરનુ અપહરણ અને હત્યાના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી છે. ગુનામાં હજી બે આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે, ઉદેયપુર લઈ જવાના બહાને ચાલુ ગાડીએ હત્યા કરી લાશને રાજસ્થાન ખાતે ફેંકી દીધી હતી. 

21 એપ્રિલ 2023 ના રોજ નરોડા પાસે આવેલી લુબી કંપનીના લેબર કોન્ટ્રાક્ટર સુરેશ મહાજનનું અપહરણ કરી હત્યા નિપજાવવામાં આવી હતી.લેબર કોન્ટ્રાક્ટ ની અદાવતમાં આ ગુનાના આરોપી અને અન્ય કોન્ટ્રાક્ટર રણજીત કુશવાહ, અરવિંદ મહતો, અનુજ પ્રસાદ અને સુરજ પાસવાને અપહરણ કરી તેની હત્યા નિપજાવી હતી.. 21 તારીખે રાતે સુરેશ મહાજનને ઉદેયપુર લઈ જવાના બહાને ગાડીમાં બેસાડી રાજસ્થાનના ખરપીણી ગામ પાસે હથોડીના ઘા મારી ગળુ દબાવી હત્યા નિપજાવી લાશ ફેકીં તમામ આરોપી ફરાર થઈ ગયા હતા.જે ગુનામાં ક્રાઈમ બ્રાંચે અનુજ પ્રસાદની ધરપકડ કરી છે. જોકે આ અગાઉ અરવિંદ મહતોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

સુરેશ મહાજનના ગુમ થયાના 40 દિવસ બાદ અરવિંદની ધરપકડ થતા હત્યા થઈ હોવાનું સામે આવ્યુ હતુ.જેથી પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરુ કરી હતી. જોકે હત્યા બાદ કોન્ટ્રાક્ટર રણજીત કુશવાહ, અનુજ પ્રસાદ અને સુરજ પાસવાન ફરાર હતા. જેમાંથી અનુજની ગઈકાલે બિહારથી ધરપકડ઼ કરવામાં આવી છે.જોકે આ ગુનાનો મુખ્ય આરોપી રણજીત ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

ધંધાની અદાવતમાં એક બીજાની આગળ નિકળવા માટે આ કાવતરુ રચવામાં આવ્યું હતું.. જે અંતર્ગત હત્યાને અંજામ આપી તમામ આરોપી અન્ય રાજ્યમાં ભાગી ગયા હતા.જોકે 6 મહિનાની તપાસ બાદ બે આરોપી ઝડપાયા છે.જોકે અન્ય બે આરોપી ફરાર છે. જેની હજી પોલીસ શોધખોળ કરી રહી છે. ત્યારે પરિવાર પોલીસ પાસે છેલ્લા 6 મહિનાથી ન્યાયની અપેક્ષા રાખી રાહ જોઈ રહી છે. પરિવારને ન્યાય ક્યારે મલે છે તે મોટો પ્રશ્ન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news