ભરૂચમાં સોનાના વેપારી પાસેથી થયેલી લૂંટનો ભેદ ખૂલ્યો, આરોપીઓએ આ રીતે ઘડ્યો હતો લૂંટનો પ્લાન

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં બંને આરોપીઓનાં નામ દેવ નાગર અને મનોજ સોનવણે છે. આ બંને આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ એ લૂંટના ગુનામાં ધરપકડ કરી છે.

ભરૂચમાં સોનાના વેપારી પાસેથી થયેલી લૂંટનો ભેદ ખૂલ્યો, આરોપીઓએ આ રીતે ઘડ્યો હતો લૂંટનો પ્લાન

ઉદય રંજન/અમદાવાદ: ભરૂચ જિલ્લાના નબીપુર બ્રિજ નીચેથી સોનાના વેપારી પાસેથી થયેલ કરોડો રૂપિયાની લૂંટના બે આરોપીઓને પકડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આરોપીને દેવું થઈ જતાં રૂપિયાની જરૂર હોવાથી લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં બંને આરોપીઓનાં નામ દેવ નાગર અને મનોજ સોનવણે છે. આ બંને આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ એ લૂંટના ગુનામાં ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દેવ નાગર કે જે આસ્ટોડિયા વિસ્તારમાં રહે છે અને તેને દેવું થઈ ગયું હોવાથી રૂપિયાની જરૂર હોવાની વાત તેના મિત્ર નીરવ ઉર્ફે રાજુને કરી હતી. નિરવે દેવને કોઈ એક સોની સોનાના દાગીનાઓ લઈને જે જગ્યાએ વેચવા માટે જાય ત્યાં સુધીની રેકી કરવા માટેની જાણ કરી હતી. જેથી દેવે રેકી કરતા જાણવા મળ્યું હતું કે માણેકચોકના એક વેપારી 22મી તારીખે સવારે અમદાવાદથી ગાડીમાં નીકળી જવાના છે. જેથી આરોપીઓ લૂંટનો પ્લાન ગયો હતો.

આરોપી નિરવ એ દેવોને મનોજ નામના વ્યક્તિ સાથે સંપર્ક કર્યો હતો. જ્યારે લૂંટ કરવા માટે દેવ તેના ઓળખીતા જીત રાજપુત પાસેથી એક દિવસ માટે ગાડી ભાડે લઈને વેપારીનો પીછો કરતો હતો. ભરૂચમાં દેવની મુલાકાત મનોજ તથા અન્ય આરોપી સંદીપ પટેલ, કરણ પટેલ, આશિષ વાઘ જેઓ નાસિકથી આવ્યા હતા, તેમની સાથે થઈ હતી. 

બાદમાં તેમણે 22મી જૂનના દિવસે ફરિયાદીની ગાડીનો પીછો કર્યો હતો. પરંતુ લૂંટ કરવામાં તેઓ સફળ થયા ન હતા. જ્યારે 23 મી તારીખે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ ફરિયાદીની ગાડીની ઓવરટેક કરી ભરૂચ નવીપુર બ્રિજ નીચે ગાડી રોકી ફરિયાદીને ચાકુ તેમજ બંદૂક બતાવીને તેમની પાસેથી સોનાના દાગીના ભરેલી બેગ અને બે મોબાઈલ લુંટીને ફરાર થઈ ગયા હતા.

બે કિલો સોનું સહિત રૂપિયા 1 કરોડ 21 લાખ ના મુદ્દામાલ ની લૂંટ થતા પોલીસ એ ઘટનાની ગંભીરતા દાખવવીને આરોપીઓને ઝડપી લીધા છે. જેમની પાસેથી 1.5 કરોડની કિંમતના દાગીના અને બે લાખ રોકડા કબજે કર્યા છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે નિરવ ઉર્ફે રાજુ એ દેવને રૂપિયા 3 લાખ જ્યારે અન્ય આરોપીઓને 5 - 5 લાખ આપવાનું નક્કી કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news