અમદાવાદ: એલજી હોસ્પિટલમાં થયેલી હત્યાના ગુન્હામાં 4 આરોપીની ધરપકડ

અમદાવાદમાં રામોલ વિસ્તારમાં જનતાનગર ખાતે ગઈ કાલ રાતે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રામોલ પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ બે આરોપી હત્યાના કેસમાં અને બે આરોપી હત્યાની કોશિશના કેસમાં પકડવામાં આવ્યા છે. જે બે આરોપીની હત્યાની કોશિશથી અંદર ધરપકડ કરવામાં આવી છે તેજ આરોપીઓ મણિનગરમાં અમીરની હત્યાના ગુનામાં પણ નામ સામે આવ્યું છે.

અમદાવાદ: એલજી હોસ્પિટલમાં થયેલી હત્યાના ગુન્હામાં 4 આરોપીની ધરપકડ

જાવેદ સૈયદ/અમદાવાદ: અમદાવાદમાં રામોલ વિસ્તારમાં જનતાનગર ખાતે ગઈ કાલ રાતે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રામોલ પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ બે આરોપી હત્યાના કેસમાં અને બે આરોપી હત્યાની કોશિશના કેસમાં પકડવામાં આવ્યા છે. જે બે આરોપીની હત્યાની કોશિશથી અંદર ધરપકડ કરવામાં આવી છે તેજ આરોપીઓ મણિનગરમાં અમીરની હત્યાના ગુનામાં પણ નામ સામે આવ્યું છે.

હાલમાં મણિનગરમાં જે આમિર શેખના હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે તે ગુનામાં પણ કુલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી જેમાં આ બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અને અન્ય એક આરોપીની મણિનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે રાત્રીએ એલજી હોસ્પિટલની અંદર જે ખુની ખેલ રમવામાં આવ્યો હતો તેમાં પણ કુલ ૨૫ થી ૩૦ લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બીટકોઇન બ્રોકર ભરત પટેલ આત્મહત્યા મામલો, DYSP ચિરાગ પટેલ સામે ફરિયાદ

આ બંને હત્યા અમદાવાદ આવતીની અંદર કરવામાં આવી હતી. જેમાં પંદર દિવસ અગાઉ મૃતક અને આરોપી સામે રામોલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 326 મુજબ ક્રોસ ફરિયાદ કરવામાં આવી હતી. હાલમાં મણિનગર પોલીસે જે ૨૫ થી ૩૦ લોકો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે તેની અંદર સીસીટીવી ફૂટેજ તથા અન્ય વ્યક્તિ મોબાઈલથી વિડીયો બનાવ્યા છે. તેના આધારે જે આરોપીઓ છે તેમને તપાસવાનું શરૂ કર્યું છે.

મહત્વની વાત છે કે, એલ.જી.હોસ્પિટલમાં આ પ્રકારનો ખૂની ખેલ પહેલી વાર સામે નથી આવ્યો અગાઉ 2011માં પણ આ જ પ્રકારે એલજી હોસ્પિટલની અંદર હત્યા કરવામાં આવી હતી. અને તે પણ ગેંગવોરની અંદર હત્યા થઈ હતી ત્યારે એલજી હોસ્પિટલ ની સિક્યુરિટી ઉપર હાલમાં મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news