હિટ એન્ડ રન : શ્રમિક પરિવારને કાર નીચે કચડનાર શૈલેષ શાહનો પરિવાર ઘરને તાળુ મારી ફરાર

અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં માલેતુજાર પરિવારના નબીરાઓએ રેસ લગાવીને એક પરિવાજને વિખેરી નાંખ્યો હતો. એક મહિલાનું મોત થયું, અને પરિવારના ચાર લોકો ઘાયલ થયા છે. ત્યારે આ કારનો માલિક શૈલેષ શાહ હોવાનું પોલીસ તપાસમા ખૂલ્યુ છે. પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ પરિવાર ઘર બંધ કરીને ફરાર થયોછે. હાલ પોલીસ આ પરિવારને શોધી રહ્યો છે. 
હિટ એન્ડ રન : શ્રમિક પરિવારને કાર નીચે કચડનાર શૈલેષ શાહનો પરિવાર ઘરને તાળુ મારી ફરાર

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં માલેતુજાર પરિવારના નબીરાઓએ રેસ લગાવીને એક પરિવાજને વિખેરી નાંખ્યો હતો. એક મહિલાનું મોત થયું, અને પરિવારના ચાર લોકો ઘાયલ થયા છે. ત્યારે આ કારનો માલિક શૈલેષ શાહ હોવાનું પોલીસ તપાસમા ખૂલ્યુ છે. પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ પરિવાર ઘર બંધ કરીને ફરાર થયોછે. હાલ પોલીસ આ પરિવારને શોધી રહ્યો છે. 

આરોપીના પાડોશીઓ પાસેથી માહિતી મળી કે, શૈલેષ શાહનો પુત્ર ગઈકાલે રાત્રે કાર લઈને નીકળ્યો હતો. જે કાર લઈને પરત આવ્યો ન હતો. અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રન કેસમાં શહેર ટ્રાફીક પોલીસે જણાવ્યું કે, 

કાર ચલાવનાર આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. ફરાર આરોપીને સત્વરે ઝડપી પાડવામાં આવશે. કારની રેસ ચાલી રહી હતી કે નહિ તે અંગે આરોપી પકડાયા બાદ તથ્ય બહાર આવશે. દરેક બાબતોની તપાસ કરવામાં આવશે. બનાવ બન્યા બાદ પોલીસ તાત્કાલિક પહોંચી હતી. જે કારથી અકસ્માત થયો તે શૈલેષ શાહના નામે રજિસ્ટર હતી. ઘટના સમયે મોબાઈલ નું લોકેશન પણ ચેક કરવામાં આવશે

પોલીસ હાલ બીજી કારની પણ તપાસ કરી રહી છે. વેન્ટો અને I20 કારની રેસ ચાલી રહી હતી. તેથી પોલીસ વિન્ટો કારમા કોણ સવાર હતુ તેની માહિતી મેળવવામાં લાગી છે. પોલીસે જણાવ્યુ કે, સીસીટીવીમાં કાર ઓવર સ્પીડમાં હોવાનુ જોવા મળ્યું છે. બંને કાર રેસ લગાવતા હતા કે કેમ તે આરોપી આવ્યા બાદ માલૂમ પડશે. હાલ એક જ ગાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સાથે જ કરફ્યૂમાં આ ગાડીને કેમ પોલીસ દ્વારા રોકવમાં ન આવી તે પણ તપાસ કરાશે. કારના નંબર પરથી કોણ કાર લઈને નીકળ્યું છે તે તપાસ કરવામાં આવશે. કારના 9 મેમો ભરવાના પેન્ડિંગ છે. તેથી અમારી સ્કવોડ ટીમ આ મામલે પણ તપાસ કરશે. આરોપી ફરાર થયા બાદ ડ્રાઈવર ચેન્જ થઈ જવાના કિસ્સા બનતા હોય છે. તેથી આ મામલે લોકેશન સહિતની માહિતી તપાસવામાં આવશે. આ તપાસમાં પ્રાઇવેટ રિસર્ચ એજન્સીઓને પણ સાથે રખાશે. આરટીઓ અને એફ.એસ.એલ ની. મદદ લેવાશે. 

શૈલેષ શાહ સામે 9 મેમો છે
પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, શૈલેષ શાહના નામે રજીસ્ટર i20 કાર પર ટ્રાફિક નિયમ તોડવાના 9 થી વધુ મેમો ફાટ્યાં છે. એટલે કે શૈલેષ શાહ હંમેશાથી બેજવાબદાર રીતે ડ્રાઈવિંગ કરે છે. એક મેમો BRTS રુટ પર જોખમભર્યુ ડ્રાઈવિંગ કરવા માટે ફાટ્યો હતો. જ્યારે રેડ લાઈટ નિયમના ઉલ્લંઘનના નામે પણ મેમો ફાટ્યો છે. શૈલેષ શાહને આ 10 મેમોની કુલ રૂપિયા 5300ની રકમ ભરવાની બાકી છે. 

તો બીજી તરફ, આ હિટ એન્ડ રન કેસમાં મૃતક સતુંબેનની લાશ સ્વીકારવાનો તેમના પરિવારે ઇન્કાર કર્યો છે. તેમજ જવાબદાર સામે કલમ 304 ઉમેવામાં આવે તેવી મૃતકના મોટા પુત્રએ માંગણી કરી છે. મોટા પુત્રએ કહ્યુ કે, 4 યુવાનોમાંથી એકને અન્ય શ્રમજીવીઓ દ્વારા પકડવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે તેને છોડી મૂક્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news