અમદાવાદઃ સંકલ્પ ગ્રુપ પર દરોડાનો મામલો, 2.25 કરોડ રોકડા, 12 બેંક લોકર મળી આવ્યા

 અમદાવાદઃ સંકલ્પ ગ્રુપ પર દરોડાનો મામલો, 2.25 કરોડ રોકડા, 12 બેંક લોકર મળી આવ્યા

અમદાવાદઃ સંકલ્પ ગ્રુપ પર પાડેલા દરોડામાં 2 કરોડ 25 લાખની રોકડ મળી આવી છે. સાથે જ 12 બેંક લોકર પણ મળી આવ્યા છે. ચેકના બદલે કેશમાં કમિશનના ધંધાના પુરાવા મળ્યા છે. કેશમાં મોટા પ્રમાણમાં વ્યવહારો થયા છે. રમાડા, સંકલ્પ રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટ તેમજ સેફ્રોન હોટલમાં મોટા પ્રમાણમાં અનઅધિકૃત રોકાણના વ્યવહાર મળ્યા છે. અનઅધિકૃત વિદેશમાં લેવડ-દેવડના પુરાવા મળ્યા છે. તેથી કંપની માલિક કૈલાશ, રોબિન અને ડિમ્પલ ગોએન્કા પર ફેમા હેઠળ કાર્યવાહી થશે. રોબિન અને ડિમ્પલ ગોએન્કાના સાત દેશમાં વ્યાપાર છે. રોબિન ગોએન્કા 17 કંપનીઓમાં ડાયરેક્ટર છે જ્યારે 10 કંપનીઓના ડિરેક્ટરશિપ સરેન્ડર કરેલી છે. કંપની માલિકો સેલ કંપનીઓ ચલાવતા હોવાની પણ આશંકા છે. ગાંધીનગર ખાતે આવેલા કલ્હાર બંગલા ખાતે નિવાસસ્થાને પણ દરોડા પડાયા છે. આ દરોડાની કાર્યવાહી ગુરુવાર સુધી ચાલે તેવી શક્યતા છે. રાજ્યમાં નામાંકિત ફૂડ ચેઈનનો બિઝનેસ ધરાવતા સંકલ્પ ગ્રુપની 17 જગ્યાઓ પર ઇન્કમટેક્ષ વિભાગે સપાટો બોલાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી  સંકલ્પ ગ્રુપ ઇન્કમટેક્ષ વિભાગનાં રડારમાં હતું. 

Sankalp Group

સંકલ્પ ગ્રુપ દ્વારા નાણાકીય વ્યવહારોમાં કરચોરી કરવામાં આવતી હોવાની આશંકાએ આયકર વિભાગની 50થી વધુ અધિકારીઓની ટીમે સંકલ્પ ગ્રુપની વિવિધ કચેરી અને હોટલો પર ત્રાટકી તપાસ કામગીરી હાથ ધરી હતી. 

sankalp Hotel
સંકલ્પ ગ્રુપની અમદાવાદનાં પ્રહલાદનગર ખાતે આવેલી રમાડા હોટેલ પરથી ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા દસ્તાવેજો, હાર્ડ ડીસ્ક, વિવિધ ચોપડાઓ, જમીની દસ્તાવેજો સહિતનું સાહિત્ય કબજે કર્યુ હતુ. ત્યારે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કરચોરીનો આંકડો કરોડોને પાર જઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news