અમદાવાદ: સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે ગુજાર્યો બળાત્કાર, 4 આરોપીની ધરપકડ

અમદાવાદમાં 17 વર્ષીય સગીરાને પેટ બહાર આવતા પ્રેમીની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે. ઇસનપુર પોલીસે એક પરિવારના ચાર શસ્ખોની ધરપકડ કરી મેડિકલ પુરાવા ભેગા કરવાની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ: સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે ગુજાર્યો બળાત્કાર, 4 આરોપીની ધરપકડ

ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદમાં 17 વર્ષીય સગીરાને પેટ બહાર આવતા પ્રેમીની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે. ઇસનપુર પોલીસે એક પરિવારના ચાર શસ્ખોની ધરપકડ કરી મેડિકલ પુરાવા ભેગા કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના ઈસનપુરમાં રહેતી 17 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં 17 વર્ષની સગીરા ગર્ભવતી બની અને પાંચ માસથી વધુનો ગર્ભ રહ્યોને પેટ બહાર આવતા તેના પરિવારને પણ આ અંગે જાણ થઈ હતી. ત્યારે સગીરાના પરિવારજનોએ સારવારનો ખર્ચ માંગી સાથે આવવા કહેતા યુવક અને તેના પરીવારે સગીરા અને તેની માતા સાથે મારામારી કરી હતી. જેથી તંગ આવેલી સગીરા અને તેની માતાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં યુવક અને તેના પરીવારના સામે પોક્સો સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે 4 લોકોની ધરપકડ  કરી છે. જેમાં સુનિલ દેવીપૂજક, સુનિલના પિતા રાજુ દેવીપૂજક, ભાઈ દિપક દેવીપૂજક અને પિતરાઈ ભાઈ લાલો દેવીપૂજકનો સમાવેશ થવા પામ્યો છે.

ઈસનપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા તેના પરીવાર સાથે રહે છે. સગીરાની નાનીના ઘર પાસે રહેતો સુનીલ ઉર્ફે ચૂનો અવાર નવાર સગીરા સાથે વાતો કરતો હતો. જેથી બંન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા હતા. બાદમાં સુનીલે સગીરાને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. થોડા દિવસો પછી સગીરાની મોટી બહેનની સગાઈ નક્કી કરવાની હોવાથી સગીરાનો પરીવાર રાજકોટ ખાતે ગયો હતો. ત્યારે સગીરા એકલી તેના નાના સાથે ઘરે હાજર હતી. ત્યારે સુનીલ સગીરાને મળ્યો હતો અને મારે તારી સાથે વાત કરવી છે તેમ જણાવીને સુનીલ તેના એક મિત્રના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપીને બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.

બીજી તરફ પોતાની બદનામી ના થાય તે માટે સગીરાએ આ અંગેની જાણ કોઈને કરી ન હતી. દિવસો પસાર થવા લાગ્યા અને પેટ બહાર આવતા અને માસિક ન આવતા સગીરાને જાણ થઈ કે તે ગર્ભવતી થઈ ગઈ છે અને તેને પાંચેક માસથી વધુનો ગર્ભ છે. જેથી આ અંગેની જાણ તેણે સુનીલને કરતા તેણે તેની સાથે લગ્નની ના પાડી દીધી હતી. સગીરાના પરીવારજનોને પણ આ અંગેની જાણ થતા સુનીલ અને તેના પરીવારને મળવા માટે બોલાવ્યા હતા અને ઘટનાની જાણ કરી હતી. ત્યારે સગીરાનો પરિવાર આ યુવકના ઘરે ગયો અને તેની આ કરતૂતની જાણ કરતા સુનિલના પરિવારજનો આવેશમાં આવી ગયા અને ખર્ચ આપવાની મનાઈ કરી અને સાથે ન આવવાનું કહી સુનીલ અને તેના પરીવારે સગીરા અને તેની માતાને અપશબ્દો બોલીને ઝઘડો કરીને મારામારી કરી હતી. જેથી સગીરાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં સુનિલ અને તેના પરીવારના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહીતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સગીરાના માતા-પિતા સાથે મારા મારી થઇ હતી અને સુનીલે બળાત્કાર ગુજાર્યો નથી તેવું કહ્યું હતું. જેથી આ વાતનું મનદુઃખ અને પોતે બદનામ થઈ જશે તેમ વિચારીને સગીરાએ ઘરના બાથરૂમમાં પડેલ કપડા ધોવાનું બ્લીચીંગ પી લેતા બેહોશ થઈ ગઈ હતી. બીજી બાજુ સગીરાની માતાને ઘટનાની જાણ થતા સગીરાને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ ઈસનપુર પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે 4 લોકોની ધરપકડ કરીને મેડીકલી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news