ગુજરાતમાં મોટી માત્રામાં ચરસ સપ્લાય કરતો આરોપી કાશ્મીરથી ઝડપાયો
રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાં ચરસની હેરાફેરી કરતો મુખ્ય સપ્લાયર ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહમદ અશરફ રેશીને જમ્મુ કાશ્મીરના શોપિયા માંથી ઝડપી પાડ્યો છે.
Trending Photos
ઉદય રંજન/મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાં ચરસની હેરાફેરી કરતો મુખ્ય સપ્લાયર ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહમદ અશરફ રેશીને જમ્મુ કાશ્મીરના શોપિયા માંથી ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 સપ્ટેમ્બરમાં અમદાવાદ માંથી 21 કિલો 935 ગ્રામ ચરસનો જથ્થો ઝડપી પાડયો હતો. અને ડ્રગ કેરિયરની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે આરોપીની પૂછપરછ કરતા તેનો મુખ્ય સપ્લાય અશરફ રસી હોવાનું ખુલ્યું હતું.
ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. જે તપાસમાં મોહંમદ અશરફની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. છેલ્લા કેટલાય દિવસોથી ચાલતા આ ઓપરેશનમાં તપાસ કરતા આખરે અશરફ ઝડપાયો છે. ત્યારે માહિતી અનુસાર વર્ષ 2002માં પણ મહમદ અશરફ એનસીબીના હાથે ઝડપાઇ ચૂક્યો હતો.
આ આરોપી સાડા ચાર વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા કાપી ચૂક્યો હતો. જોકે આ સિવાય પણ તેના વિરુદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચે નાર્કોટિક્સ ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. હાલ પોલીસેએ દિશામાં તપાસ શરૂ કરી છે કે, છેલ્લા કેટલા સમયથી ચરસની હેરાફેરી કરવામાં આવતી હતી. અને ગુજરાત રાજસ્થાન અને મુંબઈ સિવાય પણ અન્ય રાજ્યોમાં હેરાફેરી કરી છે ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે