તમને શોધે છે કોરોના! આજથી માસ્ક વગર ઝડપાયા તો ખિસ્સું થઈ જશે ખાલી

શહેરમાં ધીમી ગતિએ વધી રહેલા કોરોના કેસને લઈ AMC આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. માસ્ક મામલે લોકોને ફરી સમજાવવામાં આવશે. હાલ માસ્ક મામલે દંડ વસુલવાનું કોઈ આયોજન નહિ, પરંતુ વધતા કેસને જોતા કોઈપણ સમયે પુનઃ દંડ શરૂ થઈ શકે છે.

તમને શોધે છે કોરોના! આજથી માસ્ક વગર ઝડપાયા તો ખિસ્સું થઈ જશે ખાલી

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસો ફરી એકવાર ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે વધતા જતાં કોરોના કેસના પગલે કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવાની કવાયત AMC દ્વારા ફરીથી કોરોના નિયમો કડક કરવામાં આવી રહ્યા છે. 

શહેરમાં ધીમી ગતિએ વધી રહેલા કોરોના કેસને લઈ AMC આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. માસ્ક મામલે લોકોને ફરી સમજાવવામાં આવશે. હાલ માસ્ક મામલે દંડ વસુલવાનું કોઈ આયોજન નહિ, પરંતુ વધતા કેસને જોતા કોઈપણ સમયે પુનઃ દંડ શરૂ થઈ શકે છે. ગત સપ્તાહે તંત્રને નાગરિકોને માસ્કના ઉપયોગ બાબતે મીડિયા મારફતે વિનંતી કરી હતી.

અમદાવાદમાં કોરોના કેસ વધતા ભીડભાડ વાળી જગ્યાઓ જવાબદાર હોઈ શકે છે. જેમાં ખાસ કરીને મોલ-મલ્ટીપ્લેક્સ, બગીચા સહિતની જગ્યાઓ પર AMCનું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અને કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. એટલે જો તમે અત્યાર સુધી માસ્ક ના પહેરતા હોય તો કંઈ વાંધો નહીં, પરંતુ હવે ઘરેથી શોધીને ફરી પહેરવાનું શરૂ કરી દેજો. અથવા તો ના હોય તો નવું ખરીદી લેજો, નહીં તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે. એએમસી ફરી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરનારા સામે દંડની કાર્યવાહી શરૂ કરશે.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન સોમવારથી કરવામાં આવશે. જેના માટે અલગ અલગ ટીમો દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ કરવામાં આવશે. લોકોને અપીલ છે કે, તેઓ માસ્ક પહેરે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે. અમદાવાદમાં હાલ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી સ્ટેશન પર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે અને જો જરૂર પડશે તો આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવશે એવું એએમસી જણાવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news