ગુજરાતના પોલીસોને Tiktokનું વળગણ છૂટતુ જ નથી, 5 ઓફિસર્સે PM મોદીના અવાજમાં બનાવ્યો Video
ટીકટોક વીડિયો બનાવવાના મામલે રાજ્યના ડીજીપીનો પરિપત્ર છતા લાગે છે કે, ગુજરાતના પોલીસ ઓફિસરોને ટિકટોકનું વળગણ છૂટતું નથી. રોજેરોજ નવા નવા ટિકટોક વીડિયો સામે આવી રહ્યાં છે, જેમાં ખુદ પોલીસ ઓફિસર્સ જ કાયદા અને નિયમોના ધજ્જિયા ઉડાવતા દેખાઈ રહ્યાં છે. અમદાવાદ પોલીસનો વધુ એક ટિકટોક વિડિઓ વાઈરલ થયો છે. અમદાવાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પોલીસકર્મીઓનો ટિકટોક વીડિયો વાઈરલ થયો છે.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ :ટીકટોક વીડિયો બનાવવાના મામલે રાજ્યના ડીજીપીનો પરિપત્ર છતા લાગે છે કે, ગુજરાતના પોલીસ ઓફિસરોને ટિકટોકનું વળગણ છૂટતું નથી. રોજેરોજ નવા નવા ટિકટોક વીડિયો સામે આવી રહ્યાં છે, જેમાં ખુદ પોલીસ ઓફિસર્સ જ કાયદા અને નિયમોના ધજ્જિયા ઉડાવતા દેખાઈ રહ્યાં છે. અમદાવાદ પોલીસનો વધુ એક ટિકટોક વિડિઓ વાઈરલ થયો છે. અમદાવાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પોલીસકર્મીઓનો ટિકટોક વીડિયો વાઈરલ થયો છે.
હજી તો હાલ જ ગુજરાત પોલીસવડાએ પરિપત્ર જાહેર કર્યો છે, ત્યાં અમદાવાદના પાંચ પોલીસ ઓફિસરોનો ટિકટોક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક પોલીસ ઓફિસરે પીએમ મોદીના અવાજમાં ટિકટોક બનાવ્યો છે. પીએમ મોદીના અવાજમાં ટિકટોક બનાવીને પોલીસ ઓફિસર્સે જાણે તમામ નિયમો નેવે મૂક્યા હોય તેવું લાગે છે. વીડિયોમાં પીએમ મોદીના જે ડાયલોગનો ઉપયોગ કરાયો છે એ એવો છે કે, ‘ભાઇઓ બહનો જ્યાદા સે જ્યાદા યે મેરા ક્યા કરલેંગે ભાઇ... અરે હમ તો ફકિર આદમી હૈ, જોલા લેકે ચલ પડેંગે જી.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા ઉપર પોલીસની છબી ખરાબ ન થાય તે માટે ડીજીપીએ સુચના આપતો પરિપત્ર બહાર પાડ્યો છે. હાલમાં TikTok પર વિડિયો મૂકવાની ઘટનાઓની ગંભીરતા ધ્યાને લઇને ડીજીપીએ આપી સુચના આપી છે. સોશિયલ મિડિયાના ઉપયોગ અંગે કાયદા અને નિયમોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે તેવો પરીપત્રમાં ઉલ્લખ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓને ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક) નિયમો અને ગુજરાત પોલીસ એક્ટને ધ્યાનમાં રાખીને જ સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરવા સુચના આપી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે