અમદાવાદ: એક સમયે લોકોને ન્યાય અપાવતા જજને આજે પોતાના ન્યાય માટે આમરણ ઉપવાસ પર ઉતરવું પડ્યું

 પોતાની જ બિલ્ડિંગમાં પાર્કિંગ ન મળતા અમદાવાદના એક નિવૃત્ત જજે આમરણ ઉપવાસ કરવાની મંજૂરી માગી છે. 28 વર્ષ સુધી જેઓ ન્યાયતંત્રમાં ઉચ્ચ પદવી પર ન્યાયધીશ રહ્યા. જો કે આજે ન્યાય માટે આમરણાંત ઉપવાસ કરવાની તેઓને ફરજ પડી છે. મીઠાખળી ખાતેના તુલસી કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે. આ બિલ્ડિંગમાં આવેલી ઓફિસ માટેના પાર્કિંગ અને ભોંયરાની જગ્યામાં બિલ્ડર અને મળતિયાઓએ કબ્જો કરી લીધો છે. જેના કારણે કોમ્પ્લેક્સ માટે પાર્કિંગની જગ્યા રહી જ નથી.

અમદાવાદ: એક સમયે લોકોને ન્યાય અપાવતા જજને આજે પોતાના ન્યાય માટે આમરણ ઉપવાસ પર ઉતરવું પડ્યું

જાવેસ સૈયદ/અતુલ તિવારી/અમદાવાદ : પોતાની જ બિલ્ડિંગમાં પાર્કિંગ ન મળતા અમદાવાદના એક નિવૃત્ત જજે આમરણ ઉપવાસ કરવાની મંજૂરી માગી છે. 28 વર્ષ સુધી જેઓ ન્યાયતંત્રમાં ઉચ્ચ પદવી પર ન્યાયધીશ રહ્યા. જો કે આજે ન્યાય માટે આમરણાંત ઉપવાસ કરવાની તેઓને ફરજ પડી છે. મીઠાખળી ખાતેના તુલસી કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે. આ બિલ્ડિંગમાં આવેલી ઓફિસ માટેના પાર્કિંગ અને ભોંયરાની જગ્યામાં બિલ્ડર અને મળતિયાઓએ કબ્જો કરી લીધો છે. જેના કારણે કોમ્પ્લેક્સ માટે પાર્કિંગની જગ્યા રહી જ નથી.

તાપણું કરી રહેલી બાળકીને ખબર ન હતી કે, પાછળથી કાર યમરાજ બનીને આવી રહી છે 

શહેરના મીઠાખળી સર્કલ પાસે તુલસી કોમ્પલેક્સમાં નિવૃત્ત ન્યાયધીશ રઘુવીર ચૌધરી રહે છે. રિટાયર્ડમેન્ટ બાદ હવે તેઓ છેલ્લાં 8 વર્ષથી વકીલાતની પ્રેક્સિસ કરી રહ્યા છે અને અહી તેમની ઓફિસ આવેલી છે. જો કે તેમની બિલ્ડીંગના ભોંયરામાં અને પાર્કિગમાં બિલ્ડર અને તેના મળતીયાઓએ ગેરકાયદેસર કબ્જો કરી લીધો છે. પરિણામે તેઓને અને કોમ્પ્લેક્સના અન્ય વેપારીઓએ પોતાના વાહન કોમ્પલેક્સના આગળના ભાગે પાર્ક કરવા પડે છે અને તેના માટે રોજેરોજ કોર્પોરેશનને રૂપિયા ચૂકવવા પડે છે. બિલ્ડર સામે છેલ્લા 8 વર્ષથી લડી રહેલા રઘુવીર ચૌધરીને એક પણ સરકારી કચેરીમાંથી ન્યાય મળ્યો નથી. જેથી તેમણે ન્યાય માટે આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની માટે પોલીસની મંજૂરી માંગી છે.

AhmJudge.JPG

રિટાયર્ડ જજ રધુવીર ચૌધરીએ જણાવ્યું કે, આવું 9 વર્ષથી આ ચાલે છે. મારું કોર્પોરેશન કે સરકાર કોઈ સાંભળવા તૈયાર નથી. હવે મેં નિર્ણય કર્યો છે કે મને ન્યાય નહી મળે ત્યા સુધી હું આમરણ ઉપવાસ કરીશ. હવે હું જગ્યા નક્કી કરવાનો છું અને ઉપવાસ પર ઉતરીશ. જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યા સુધી.

જજ રઘુવીર ચૌધરીએ એવો આક્ષેપ કર્યો છે કે, બિલ્ડરે પાર્કિંગની જગ્યાએ દુકાનો બનાવી દીધી. આ બિલ્ડિંગ રાધે ડેવલોપર્સના બિલ્ડર આશિષ પટેલ દ્વારા બનાવવામાં આવી હતી. જેમાં પાર્કિંગ અને ગોડાઉનની જગ્યામાં બિલ્ડર અને મળતિયાઓએ દુકાનો બનાવી દીધી હતી. જેથી રઘુવીર ચૌધરીએ તુલસી કોમ્પ્લેક્સને પાર્કિંગ પાછું અપાવવાના મુદ્દે લડત શરૂ કરી છે. છેલ્લા 8 વર્ષથી તેમણે કોર્પોરેશન, પોલીસ તેમજ શહેરી વિકાસ ખાતામાં અનેક ફરિયાદો કરી છે. તેમ છતાં આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી. એક સિનીયર રિટાયર્ડ ન્યાયધીશને ન્યાય માટે વલખા મારવાનો વારો આવ્યો છે.

રિટાયર્ડ જજ રધુવીર ચૌધરીએ કહ્યું કે, 2010થી હુ પાર્કીંગ માટે લડું છું. કાયદેસરનુ પાર્કિંગ બિલ્ડરે દબાઈ દીધુ છે. લોખંડની ગ્રીલ મારીને કવર કરી દીધુ છે. એમા કોઈ જઈ શકતુ નથી. તેમજ ભોયરું પણ બંધ કરી દીધુ છે. એટલે અમારો પાર્કિગનો મુદ્દો હાલ સળગતો મુદ્દો છે, અને અમારુ ફ્રન્ટેજ કોર્પોરેશને ભાડે આપી દીધુ છે. પરિણામે અમારી આગળની જગ્યામાં પાર્કિગનુ અમારે ભાડું આપવુ પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news