મહેસાણા: એઈડ્સગ્રસ્ત પણ જીવી શકે છે સામાન્ય જીવન, એસટી કર્મીઓને ભણાવાયા પાઠ

રાજ્યના હેલ્થ અને ફેમિલી વેલફેર વિભાગ તેમજ વાહન વ્યવહાર નિગમના સયુંક્ત ઉપક્રમે એઈડ્સ જાગૃતિ કેમ્પ યોજવામાં આવ્યો હતો. 

  • રાજ્યના હેસ્થ અને ફેમિલી વેલફેર વિભાગ તથા વાહન વ્યવહાર નિગમના સયુંક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ
  • એઈડ્સ જાગૃતિ કેમ્પમાં એસટી કર્મીઓને ભણાવાયા એઈડ્સ પાઠ
  • એઈડ્સગ્રસ્ત કેવી રીતે મુખ્ય પ્રવાહમાં જીવી શકે સામાન્ય જીવન

Trending Photos

મહેસાણા: એઈડ્સગ્રસ્ત પણ જીવી શકે છે સામાન્ય જીવન, એસટી કર્મીઓને ભણાવાયા પાઠ

મહેસાણા: વૈશ્વિક સ્તરે હાલ એઈડ્સ રોગ અંગે ખુબ મથામણ ચાલી રહી છે. આ રોગથી લોકોને બચાવવા અને સાવચેતીના પગલા લેવા માટે ચારેબાજુ લોકજાગૃતિના કાર્યક્રમો પણ હાથ ધરાય છે. આવુ જ કઈંક મહેસાણા ખાતેના એસટી ડેપોમાં ગુરુવારે જોવા મળ્યું. રાજ્યના હેલ્થ અને ફેમિલી વેલફેર વિભાગ તેમજ વાહન વ્યવહાર નિગમના સયુંક્ત ઉપક્રમે એઈડ્સ જાગૃતિ કેમ્પ યોજવામાં આવ્યો હતો. 

આ કેમ્પમાં એક્સપર્ટ્સ દ્વારા એસટી કર્મીઓને એઈડ્સગ્રસ્ત કેવી રીતે મુખ્ય પ્રવાહમાં જીવન જીવી શકે છે અને સામાન્ય માણસની  જેમ જીવન પસાર કરી શકે તે અંગે માહિતી આપી હતી. મહેસાણાના એસટી ડેપોમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના સહયોગથી એસટી કર્મચારીઓમાં એઈડ્સ અંગે ફેલાયેલા અનેક ગેરસમજો દૂર થાય તે અંગે તથા આ  રોગથી પીડાતા લોકો મુખ્ય પ્રવાહમાં કેવી રીતે જીવન જીવી શખે તેની સમજણ આપી હતી. 

ક્યારેક એવું પણ બનતુ હોય છે કે આ રોગથી પીડાતા લોકો માટે સામાન્ય જીવન જીવવું મુશ્કેલ છે કારણ કે એઈડ્સ એક જાતીય રોગ છે. આ કાર્યક્રમમાં મહેસાણા એસટી ડેપોના મેનેજર, એસ એસ પટેલ, ટ્રાફિક કંટ્રોલર બી એસ ચૌધરી સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર હતાં. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news