નામની નશાબંધી: ગુજરાતમાં દારૂબંધીનું સત્ય, આ રહ્યા ગુજરાતના કુખ્યાત બુટલેગરો

ગુજરાતમાં આમતો દારૂ વેચવો અને દારૂ પીવોએ ગુન્હો છે. પણ પોલીસની મીલી ભગતને કારણે ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. પ્રશ્નએ થાય છે, કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂ કેવી રીતે વેચવામાં આવે છે, સૌથી મોટો પ્રશ્નએ થાય છે, કે દારૂ બંધી હોવા છતા પણ ગુજરાતમાં દારૂ આવે છે. ક્યાંથી? 

નામની નશાબંધી: ગુજરાતમાં દારૂબંધીનું સત્ય, આ રહ્યા ગુજરાતના કુખ્યાત બુટલેગરો

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતમાં આમતો દારૂ વેચવો અને દારૂ પીવોએ ગુન્હો છે. પણ પોલીસની મીલી ભગતને કારણે ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. પ્રશ્નએ થાય છે, કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂ કેવી રીતે વેચવામાં આવે છે, સૌથી મોટો પ્રશ્નએ થાય છે, કે દારૂ બંધી હોવા છતા પણ ગુજરાતમાં દારૂ આવે છે. ક્યાંથી? 

દારૂબંધીને લઇને 31 તાજેતરમાં જ સીઆઇડી ક્રાઇમએ ગુજરાત રાજ્યના કુખ્યાત બુટલેગરોની એક નામાવાલી પણ જાહેર કરી હતી. અને જેની મિલ્કતો પણ કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ક્યાં ક્યાં એવા બુટલેગર છે જે પોલીસના ચોપડે મોખરે છે. 

 ગુજરાતના અલગ અલગ વિસ્તારના કુખ્યાત બુટલેગરોના લિસ્ટ

  • અકબરઅલી જુબેરઅલી ઉર્ફે કાલુ સૈયદ,  અમદાવાદ 
  • ઇસ્માઇલ ધોળકવાળા ઉર્ફે હુસેન બાટલો , અમદાવાદ , ગાંધીનગર 
  • કિશોર લંગડો ઉર્ફે લાલસીંગ રાઠોડ , અમદાવાદ , ગાંધીનગર 
  • કાળું છગન રાઠોડ , ધંધુકા , અમદાવાદ 
  • ચિરાગ પંચોલી ઉર્ફે બનિયો , સાબરકાંઠા ,અરવલ્લી 
  • સુનિલ મોતીલાલ દરજી , ગાંધીનગર 
  • ભારત ડાંગી , લંગડો , ગાંધીનગર 
  • વીરસિંહ માનાજી ઠાકોર , ગાંધીનગર 
  • વિજય મુરલીધર ઉદવાણી ,વિજુ , વડોદરા , અમદાવાદ અને સમગ્ર ગુજરાત 
  • પિન્ટુ જયસ્વાલ ઉર્ફે , ઠેકો , વડોદરા 
  • ફિરોજ , ફૂટ , વડોદરા 
  • ફિરોજ નાલબંધ , સુરત 
  • પરેશ જયકિશન ઉર્ફે જેકીશન દૂધવાળા , સુરત અને વડોદરા 
  • સોહનલાલ લુમ્બાજી શાહ ઉર્ફે બાબુલાલ શાહ , સુરત , વડોદરા 
  • પિન્ટુ નવાપુર  , સુરત 
  • નાગદાન પ્રભુદાન ટાપરીયા ઉર્ફે ગઢવી , રાજકોટ સૌરાષ્ટ્ર 
  • અલ્તાફ , રાજકોટ  , સૌરાષ્ટ્ર
  • બધો રબારી , દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ 
  • ધીરેન કારિયા , જૂનાગઢ 
  • અશોક પાલનપુરી , વડોદરા , ગોધરા , પંચમહાલ 
  • રમેશ દેવીલાલ કલાલ , મહીસાગર ,વડોદરા , ગોધરા 
  • કૈલાસ ગોવિંદરામ રાઠી ઉર્ફે કૈલાસ , દિલ્લી , રાજસ્થાન અને ગુજરાત 
  • જોગીન્દ્રપાલ ઉર્ફે ફૌજી ચંદીગઢ અને સમગ્ર ગુજરાત 
  • દિલીપ શંકરલાલ પ્રજાપતિ ઉર્ફે દિલીપ મારવાડી ,આણંદ,વડોદરા અને ગોધરા 
  • મુપારામ બાબરજી પ્રજાપતિ ઉર્ફે મફા મારવાડી , ગાંધીનગર, અમદાવાદ વડોદરા , ગોધરા અને રાજસ્થાન

વધુમાં વાંચો...31 ડિસેમ્બરને લઇને બુટલેગરોની દારૂની હેરાફેરી માટે અવનવી ટેકનિક, પોલીસ પણ તૈયાર

ગુજરાતમાં કેટલા લોકો પાસે પરમીટ છે. અને કેટલી શોપને દારૂ વેચવાની પરમીટ આપવામાં આવી છે. તે અંગેની તમામ માહિતી આપણે વિસ્તારથી મેળવીએ. તેની મહિતી પણ અહિં આપવામાં આવી છે. જે જાણવી જરૂરી છે. 

ક્યાં જિલ્લામાં દારૂની પરમિટની કેટલી શોપ 

  • અમદાવાદમાં પરમિટ ઘરાવતી કુલ 13 શોપ છે. જ્યારે 9 હજાર લોકો પાસે દારૂની પરમિટ છે.
  • રાજકોટમાં પરમીટ ધરાવતી કુલ 4 શોપ છે. જ્યારે 4 હજાર જેટલા લોકો પાસે દારૂની પરમીટ છે. 
  • સુરતમાં દારૂની પરમીટ ધરાવતી કુલ 4 શોપ છે. જ્યારે પરમિટધારકોની સંખ્યા 10 હજાર છે. 
  • વડોદરામાં 7 દુકાનો પરમીટ ધરાવે છે. જ્યારે પરમિટધારકોની સંખ્યા 3 હજાર છે. 
  • ગાંધીનગરમાં 1 દુકાન પરમીટ ધરાવે છે. જ્યારે 600 લોકો પાસે પરમિટ છે. 
  • ભાવનગરમાં 3 દુકાનો છે, જ્યારે 700 લોકો પાસે પરમિટ છે. 
  • ક્ચછમાં 8 દુકાનો પાસે પરમિટ છે. જ્યારે 1500 લોકો પાસે પરમિટ છે. 
  • જામનગરમાં પરમીટ ઘરાવતી કુલ 2 શોપ છે. જ્યારે 1200 લોકો પાસે દારૂની પરમીટ છે. 
  • પોરબંદરમાં પરમીટ ઘરાવતી કુલ 00 શોપ છે. જ્યારે 1500 હજાર લોકો પાસે દારૂની પરમીટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news