પરપ્રાંતીય દિકરીઓના હાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કર્યા પારણા

અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાઓનો વિરોધ કર્યો છે

Updated: Oct 11, 2018, 06:13 PM IST
પરપ્રાંતીય દિકરીઓના હાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કર્યા પારણા

અમદાવાદ : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાના વિરોધમાં એક દિવસના ઉપવાસ પર બેઠેલા અલ્પેશ ઠાકોરે પારણા કરી લીધા છે. અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીય દિકરીઓના હાથે પારણા કર્યાં છે. અલ્પેશને સમર્થન આપવા માટે કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યાં હતા. આ દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના સંબોધમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. 

કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર પરપ્રાંતીય પર થઈ રહેલા હુમલાના વિરોધમાં આજથી સદભાવના ઉપવાસ પર બેસવાના છે. ત્યારે ઉપવાસ પર બેસતા પહેલા અલ્પેશ ઠાકોરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં અલ્પેશ ઠાકોરે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.  આ સિવાય અલ્પેશ ઠાકોર સહિતના લોકોએ ગાંધી આશ્રમ ખાતે રામધુન બોલાવી હતી.

નોંધનીય છે કે 28 સપ્ટેમ્બરના રોજ હિંમતનગરના ઢુંઢેરમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે બિહારના રહેવાસી રવિન્દ્ર સાહુ નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જે બાળકીનો બળાત્કાર થયો હતો તે ઠાકોર સમુદાયની હતી. આ ઘટનાને લઇને ઠાકોર સમુદાયમાં ભારે નારાજગી છે પરંતુ કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે લોકો પર હુમલા કોઇએ ઘડેલા કાવતરાનું પરિણામ છે.

અલ્પેશ ઠાકોરના ભાષણની હાઇલાઇટ્સ

 • કોઈને શરીર પર નથી વાગ્યું પણ દિલમાં વાગ્યું છે
 • આ ઠાકોર સમાજને બદનામ કરવાનો પ્રયાસ
 • રાજનીતિ ચૂંટણી વખતે હોય પણ પછી ન હોય
 • નફરતની રાજનીતિ અને વાતોને ક્યાંય સ્થાન ન હોય
 • પ્રાંતવાદ દેશને ખોખલો કરી નાખે છે
 • પ્રાંતવાદનું ઝેર ગુજરાતમાં નહીં ફેલાવા દઈએ
 • ગુજરાતની ખરડાતી છબી ગુજરાત માટે જ નુકસાનકારક છે
 • ગુજરાત માટે દેશ-વિદેશમાં બહુ પ્રેમ છે પણ આ ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર છે
 • ગરીબોને લડવાનું ષડયંત્ર છે એને બંધ કરવા માટે સદભાવના કરવી પડે
 • 14 મહિનાની દીકરી માટે ન્યાય માગ્યો છે અને અમને પ્રાંતવાદી તેમજ રાષ્ટ્રવિરોધી બનાવી દીધા
 • અમે પ્રાંતવાદી કે રાષ્ટ્રવિરોધી નથી પણ ગુજરાતી છીએ
 • ગુજરાતની અસ્મિતા માટે ખપી જવું એ અમારી સંસ્કૃતિ છે
 • અમારી કંઈક કદાચ ભુલ થઈ હશે પણ અમે દુખી છીએ
 • ગરીબને રંજાડવાની અમારી સંસ્કૃતિ નથી
 • ગુજરાતને અમે ક્યારેય અશાંતિ તરફ નથી દોર્યું
 • મારો સમાજ મારી સાથે, મારા ગરીબો મારી સાથે
 • મને મારા વિશે કંઈ લખાય તો મને કંઈ ફરક નથી પડતો
 • અલ્પેશ ઠાકોરને ટાર્ગેટ કરો પણ ગુજરાતની ગરિમાને નુકસાન ન પહોંચાડો
 • કોઈ હુમલા કરતું હોય તો સરકારની ફરજ છે કે એને પકડો પણ રાજનીતિ ન કરો
 • અમને સરકાર તરફથી કંઈ નથી મળ્યું, સરકાર હિસાબ તો આપે
 • ગરીબો સંગઠિત ન થાય એ માટે અમને બદનામ કરવામાં આવી રહ્યા છે
 • પરપ્રાંતીય શબ્દ જ ન હોવો જોઈએ, આપણે બધા ભારતીય છીએ
 • આપણે લડવાનું નથી, ગરીબને લડવાથી શું મળશે?

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close