પગપાળા ચાલતા અંબાજી આવતા ભક્તોના પગે ફોલ્લા પડે છે, મેળામાં 25 તબીબોની ટીમ તૈનાત કરાઈ

Bhadaravi Poonam :  આજથી અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ,,, 29 સપ્ટેમ્બર સુધી ચાલશે ભાદરવી પૂનમનો મેળો,,, લાખોની સંખ્યામાં માઈભક્તો કરશે મા અંબાનાં દર્શન
 

પગપાળા ચાલતા અંબાજી આવતા ભક્તોના પગે ફોલ્લા પડે છે, મેળામાં 25 તબીબોની ટીમ તૈનાત કરાઈ

Ambaji Temple અલકેશ રાવ/અંબાજી : અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાની વિધિવત શરૂઆત કરાઈ છે. આજથી અંબાજી ભાદરવી મહાકુંભની રંગેચંગે શરૂઆત થઈ છે. દાંતા રોડ પર અંબાજી મંદિરના ચેરમેન અને વહીવટદારે રથ ખેંચીને મેળાની શરુઆત કરી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પરીવાર સાથે પૂજામાં જોડાયાં હતા. નાની બાળકીએ રથ સાથે પૂજા અર્ચના કરી હતી. તો અંબાજી માતાજીની આરતી કરવામાં આવી હતી. 

ભાદરવી પૂનમના મહમેળાની શરૂઆત થતાં જ લાખો ભક્તો દૂરદૂરથી પગપાળા ચાલીને માં અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે પગપાળા આવતા ભક્તોને કોઈ શારીરિક તકલીફ થાય તો તેના માટે અંબાજી મંદિર પરિસરમાં જ આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. જેમાં બીપી.ડાયાબીટીસ, અસ્થામાં,શરીરના દુખાવા,એન્ટી બાયોટિક દવાઓ સહિત ડ્રેસિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આરોગ્ય વિભાગના 25 જેટલા આરોગ્યકર્મીઓ સહિત ડોક્ટરની ટિમ ખડેપગે રહીને ભક્તોની સેવા કરી રહી છે. તો આ સારવાર કેન્દ્રમાં ઇમરજન્સી સુવિધાઓ ઉભી કરાઈ છે.

દૂર દૂરથી પગપાળા ચાલતા અંબાજી આવતા ભક્તોમાં પગમાં ફોલ્લો પડી જતા તેમજ પગમાં સોજા આવી જતા તેમજ અનેક ભક્તોને બીપી સહિતની તકલીફો થતાં તેવો આ સારવાર કેન્દ્રની મુલાકાત લઈને પોતાની સારવાર કરાવી રહ્યા છે. તો મેળામાં આવતા લોકોના આરોગ્યની જાળવણી માટે 25 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે. જેમાં નિષ્ણાંત તબીબો અને 256 જેટલાં આરોગ્ય કર્મીઓ પોતાની ફરજ બજાવશે. 11 જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે.

એક ભક્તે જણાવ્યું કે, હું 8 દિવસથી ચાલીને આવ્યો છું મારુ બીપી વધી જતાં હું અહીંયા ચેક કરાવી રહ્યો છું. તો સારવાર કેન્દ્ર પર હાજર ડો.મેહુલ તરાલે જણાવ્યું કે, આ કેન્દ્ર ઉપર તમામ પ્રકારની દવાઓ અને ઇનતજન્સી સેવાઓ ઉપલબ્ધ છે.અમે અહીં આવતા ભક્તોને કોઈ તકલીફ હોય તો સારવાર કરી રહ્યા છે અમને તેમની સારવાર કરીને આનંદ આવે છે.

મેળામાં આવતા લોકોના આરોગ્યની જાળવણી માટે 25 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે. જેમાં નિષ્ણાંત તબીબો અને 256 જેટલાં આરોગ્ય કર્મીઓ પોતાની ફરજ બજાવશે. 11 જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે. મેળા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાય, પીવાના પાણી અને પાર્કિગની પુરતી વ્યવસ્થા કરાઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news