આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની ભયાનક આગાહી, 21 જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Ambalal Patel Monsoon Prediction : મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ કરી મહેર,,, દાહોદમાં 6 ઈંચથી વધારે વરસાદ પડ્યો,,, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી,,,
 

આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની ભયાનક આગાહી, 21 જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થયું છે. જેથી ચારેબાજુ હરખની હેલી જોવા મળી છે. ગુજરાતમાં ફરી વરસાદી માહોલ આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લા સહિત 21 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી ત્રણ કલાકમાટે હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં ભારેથી મઘ્યમ વરસાદની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગર સહીત 21 જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી છે. 

ક્યા ક્યા વરસાદની આગાહી 
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી વિશે જણાવ્યું કે, મધ્યપ્રદેશમા પશ્ચિમી સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દાહોદમાં આજે 12 ઇંચથી વધુ વરસાદની આગાહી છે. તો છોટાઉદેપુર નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદ તૂટી પડશે. આજે નર્મદા દાહોદ, અરવલ્લીમા અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી છે. 

ભારે વરસાદને કારણે સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદના કારણે પાણીની ભારે આવક થઈ રહી છે. નર્મદા ડેમના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલી 18 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી આજ તા. ૧૬ ના રોજ મધ્ય રાત્રી બાદ ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાની પૂરી સંભાવના છે, તેને પગલે નર્મદા નદીના કિનારે નીચાણમાં આવેલા ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના ગામોના લોકોને સલામત સ્થળે જવા માટે કલેક્ટર અતુલ ગોરે વિનંતી કરી છે.

તો બીજી તરફ, અમદાવાદમાં વાસણા બેરેજના 6 દરવાજા ખોલાયા છે. 2 દરવાજા 1 ફૂટ જેટલા ખોલાયા છે. તેમજ 4 દરવાજા 2-2 ફૂટ ખોલાયા છે. અમદાવાદ શહેરમાં રાત્રે 2 વાગેથી વરસાદ શરૂ છે. જેમાં સૌથી વધુ મધ્યઝોનમાં 1.05 ઇંચ વરસાદ પડ્યો છે. તો પશ્ચિમ વિસ્તારમાં 0.89 ઇંચ વરસાદ, ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 0.88 ઇંચ વરસાદ, દક્ષિણ ઝોનમાં ઇંચ વરસાદ 0.81 ઇંચ વરસાદ અને ઉત્તર વિસ્તારમાં 0.50 ઇંચ, દક્ષિણ પશ્ચિમ માં 0.44 ઇંચ અને પૂર્વ વિસ્તારમાં 0.6 ઇંચ વરસાદ નોંધાયો છે. 

18 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ની કરવામાં આવી આગાહી

17 તારીખની આગાહી 
17 સપ્ટેમ્બર આનંદ. પંચમહાલ. દાહોદ. વડોદરા, તાપીમાં ભારે વરસાદ રહેશે. તો આ દિવસે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી. આ ઉપરાંત ભાવનગરમા ભારે વરસાદી માહોલ રહેશે.

18 સપ્ટેમ્બરની આગાહી
18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જયારે ભારે વરસાદ અમદાવાદ, ગાંધીનગરમા સાબરકાંઠામા આગાહી છે. અમદાવાદમાં આજે મઘ્યમ વરસાદની આગાહી

19 સપ્ટેમ્બરની આગાહી
19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પાંચમા દિવસે ભારે વરસાદ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news