ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો : આ તારીખથી ગરમી લાગવાની થશે શરૂઆત

Weather Update Today : 8.2 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર,,, ડીસા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પણ ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે જતાં લોકો ઠુંઠવાયા

ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો : આ તારીખથી ગરમી લાગવાની થશે શરૂઆત

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હાલ ગુજરાતના અનેક શહેરો રીતસરના ઠુઠવાયા છે. જોકે, આગાહી એવી છે કે, આ ઠંડી બહુ લાંબો સમય નહિ રહે. બસ થોડા જ દિવસોમાં ગરમીનું આગમન થઈ જશે. આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, હવે તાપમાનમાં વધારો થશે. હાલ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરપૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈરહ્યો છે. પરંતું આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે. 

ક્યાં કેટલી ઠંડી

  • 8.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર 
  • ગાંધીનગરનું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું  
  • વડોદરાનું 11 અને ડીસાનું 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • પોરબંદરનું 12, ભાવનગરનું 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • અમરેલીનું 12.6 અને અમદાવાદનું 13 ડિગ્રી તાપમાન નોંધાયું  

હિમવર્ષાનો રાઉન્ડ આવશે
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે. 

ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. 

હવામાન વિભાગની આગાહી 
હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. હાલ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરપૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે. આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news