બીજા નરેન્દ્રની શોધમાં આત્મારામજી મહારાજે 45 દેશોનુ પરિભ્રમણ કર્યું

ભારત દેશમાં વિસરાતી સંસ્કૃતિ અને વિશ્વ શાંતિ માટે 81 વર્ષના સ્વામી આત્મરામજી મહારાજે દેશ અને દુનિયાની પદયાત્રા અને પરિભ્રમણ કર્યું. દેશને હવે સ્વામી વિવેકાનંદ (swami vivekanand) ની જરૂર છે તે વિચાર સાથે નરેન્દ્રની શોધમાં 11 વર્ષ સુધી તેઓએ પદયાત્રા કરી. હવાઈ માર્ગે પણ દુનિયાના 45 દેશોનું પરિભ્રમણ કરી ભારતની સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. એસી હજાર કિલોમીટરની પદયાત્રા કરી પરત ફરેલા સ્વામી આત્મરામજી હાલ અમરેલી જિલ્લાના પ્રવાસે આવેલા છે.
બીજા નરેન્દ્રની શોધમાં આત્મારામજી મહારાજે 45 દેશોનુ પરિભ્રમણ કર્યું

કેતન બગડા/અમરેલી :ભારત દેશમાં વિસરાતી સંસ્કૃતિ અને વિશ્વ શાંતિ માટે 81 વર્ષના સ્વામી આત્મરામજી મહારાજે દેશ અને દુનિયાની પદયાત્રા અને પરિભ્રમણ કર્યું. દેશને હવે સ્વામી વિવેકાનંદ (swami vivekanand) ની જરૂર છે તે વિચાર સાથે નરેન્દ્રની શોધમાં 11 વર્ષ સુધી તેઓએ પદયાત્રા કરી. હવાઈ માર્ગે પણ દુનિયાના 45 દેશોનું પરિભ્રમણ કરી ભારતની સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. એસી હજાર કિલોમીટરની પદયાત્રા કરી પરત ફરેલા સ્વામી આત્મરામજી હાલ અમરેલી જિલ્લાના પ્રવાસે આવેલા છે.

અમરેલી જિલ્લાના ચલાલા ગામે ગાયત્રી મંદિરમાં પદયાત્રા કરીને આવેલ સ્વામી આત્મરામજી મહારાજ છેલ્લા 11 વર્ષથી સમગ્ર ભારત તેમજ વિશ્વના 44 દેશોમાં યાત્રા કરી છે. વિશ્વમાં શાંતિ સ્થપાય અને લોકોની સુખાકારી મળે તેવા હેતુથી સ્વામી આત્મરામજી મહારાજ છેલ્લા 11 વર્ષથી પદયાત્રા કરે છે. સ્વામી આત્મરામજી મહારાજ અમરેલી જિલ્લાના વતની છે. સમગ્ર દેશમાં પદયાત્રા કરે છે. સ્વામી આત્મ રામજી મહારાજ એશિયાના 6 દેશો, યુરોપના 15 દેશો, ઉત્તર અમેરિકાના 13 દેશો, આફ્રિકાના 10 દેશો આમ કુલ 44 વિદેશોની યાત્રા હવાઈ જહાજ મારફત કરેલી છે. 

સ્વામી આત્મરામજી મહારાજનો મુખ્ય આશ્રમ ઋષિકેષમાં છે. તેઓ સ્વામી ભક્તિ જ્ઞાન અને તપ પ્રત્યે સમાનતા ધરાવે છે. આ ઉપરાંત તેઓ વેદાંતી છે, જેમાં ખાસ કરીને આત્મચિંતન નિદી ધ્યાસન, પ્રકૃતિને વિશેષ મહત્વ આપે છે. ચલાલા ગાયત્રી મંદિર ખાતે વૃદ્ધાશ્રમસ ગૌશાળા વગેરે પ્રવૃતિઓ સ્વામી આત્મારામજી મહારાજના સાંનિધ્યમાં કરવામાં આવે છે. વિશ્વનું કલ્યાણ થાય તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે સ્વામી આત્મરામજી મહારાજ પદયાત્રા કરે છે. તો આ પદયાત્રા દરમિયાન સ્વામી વિવેકાનંદ જેવા કોઈ વ્યક્તિ બને તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. આ સમયમાં સ્વામી વિવેકાનંદ જેવો કોઈ વ્યક્તિ બને તો સમગ્ર દેશ અને વિશ્વનું કલ્યાણ થાય તેવા હેતુથી સ્વામી આત્મરામજી મહારાજ છેલ્લા 11 વર્ષથી પદયાત્રા કરી રહ્યા છે.

સ્વામી આત્મારામજી મહારાજની 81 વર્ષની ઉંમર છે. ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે તેઓ પદયાત્રા કરે છે. આ પદયાત્રા દરમિયાન સમગ્ર ભારતમા ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે. સ્વામી આત્મારામજી મહારાજની ઈચ્છા છે કે, સ્વામી વિવેકાનંદ જેવું કોઈ તમને ફરી વખત ભારત દેશમાં મળી જાય અને સમગ્ર દેશનું કલ્યાણ થાય તે માટે તેઓ સતત પદયાત્રા કરી રહ્યા છે.

સ્વામી આત્મરામજી મહારાજનો પદયાત્રાનો પ્રવાસ છેલ્લા ૧૧ વર્ષથી અવિરત શરૂ છે. વિશ્વ શાંતિ તેમજ વિશ્વના કલ્યાણ માટે અને ભારત દેશ સુખી બને તે માટે તો પદયાત્રા કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે, આ દેશને ફરીથી એકવાર સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષ મળે. વિશ્વના કલ્યાણ માટે ફરતા આ સ્વામીજી દરેક વિદ્યાર્થીઓને કહે છે કે, તેઓ તેમનામાં નરેન્દ્રને શોધે છે.....’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news