અમૂલે લોન્ચ કર્યું કેમલ મિલ્ક, ડાયાબીટીસના દર્દીઓ માટે રહેશે ફાયદાકારક

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન 'અમુલ’ દ્વારા આજે કેમલ મિલ્ક લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ અને કચ્છમાં હવે સરળતાથી કેમલ મિલ્ક મળી શકશે. મહત્વનું છે, કે આ મિલ્ક તમારા નજીકના અમૂલ સ્ટોર પર મળી રહેશે. ૫૦૦ ગ્રામ દુધની બોટલની કીમત ૫૦ રૂપિયા રાખવામાં આવી છે.

અમૂલે લોન્ચ કર્યું કેમલ મિલ્ક, ડાયાબીટીસના દર્દીઓ માટે રહેશે ફાયદાકારક

લાલજી પાનસુરીયા/આણંદ: ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન 'અમુલ’ દ્વારા આજે કેમલ મિલ્ક લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ અને કચ્છમાં હવે સરળતાથી કેમલ મિલ્ક મળી શકશે. મહત્વનું છે, કે આ મિલ્ક તમારા નજીકના અમૂલ સ્ટોર પર મળી રહેશે. ૫૦૦ ગ્રામ દુધની બોટલની કીમત ૫૦ રૂપિયા રાખવામાં આવી છે.

અમૂલના કેમલ દૂધથી થશે ફાયદો
અમૂલ દ્વારા હવે કેમલ દૂધ શરૂ કરવામાં આવ્યું છે. જેથી ભૂજ જિલ્લાના અમૂક વિસ્તારોમાં ઉંટ રાખનારા લોકોને વેતન મળશે. કેમલ દૂઘ અંગે જાણકારી આપતા અમૂલના એમડી આર.એસ સોઢીએ જણાવ્યું કે, આ દૂધ પીવાથી ડાયાબીટીસના દર્દીઓ માટે આ દૂધ નેચરક હિલિંગનું કામ કરશે.

ગબ્બર પર્વત પર કાચના પુલ પર ચાલવા તૈયાર થઈ જાઓ, થયા MOU

વધુમાં અમૂલના એમડીએ જણાવ્યું કે, જે લોકોનામાં દૂઘને પચાવાની શક્તિ નથી તે લોકોને કેમલ મીલ્ક સારી રીતે પચી શકે છે. તથા આ દૂધમાં ઇમ્યુનીટી સિસ્ટમ સારી હોવાને કારણે શરીર માટે સારૂ કરવામાં આવે છે. તથા ડોક્ટરો દ્વારા પણ આ પ્રકારના કેમલ મીલ્ક પીવાની સલાહ આપવામાં આવી રહી છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news