રાજકોટના ઉપલેટામાં યુવકની કરપીણ હત્યા; 19 છરીના ઘા પેટમાં, 3 છાતીમાં, કુલ 22 ઘા ઝીંકી કર્યું મર્ડર

ઉપલેટામાં ગત સાંજે શહેરના શહીદ અર્જુન રોડ ઉપર આવેલ નક્ષત્ર કોમ્પ્લેક્સમાં આવેલ બોડી ફિ્ટેનેસ જિમમાં ચાર દિવસ પહેલા મૃતક આશિષ નાથાભાઈ ભાદરકા અને આરોપી વિનય ઉર્ફ સુજુ હિતેષભાઇ ધામેચા સાથે વર્ક આઉટ બાબતે બોલાચાલી થઈ હતી

રાજકોટના ઉપલેટામાં યુવકની કરપીણ હત્યા; 19 છરીના ઘા પેટમાં, 3 છાતીમાં, કુલ 22 ઘા ઝીંકી કર્યું મર્ડર

દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા: રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગત સાંજ દરમ્યાન સામાન્ય ઝઘડામાં હત્યાનો બનાવ બન્યો હતો. સામે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપલેટામાં ગત સાંજે શહેરના શહીદ અર્જુન રોડ ઉપર આવેલ નક્ષત્ર કોમ્પ્લેક્સમાં આવેલ બોડી ફિ્ટેનેસ જિમમાં ચાર દિવસ પહેલા મૃતક આશિષ નાથાભાઈ ભાદરકા અને આરોપી વિનય ઉર્ફ સુજુ હિતેષભાઇ ધામેચા સાથે વર્ક આઉટ બાબતે બોલાચાલી થઈ હતી. જાહેરમાં બોલાચાલીનો ખાર રાખી ગત સાંજ દરમ્યાન આશિષ નાથાભાઈ ભાદરકા જિમની સીડીઓ ઉપર જઈ રહેલ ત્યારે ઉપલેટા કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા આરોપી વિનય ઉર્ફ સુજુ હિતેષભાઇ ધામેચા આવીને આશિષ ઉપર 19 જેટલા છરીના ઘા પેટમાં અને 3 જેટલા ઘા છાતીમાં એમ કુલ 22 ઘા મારી ફરાર થઈ ગયો હતો. 

હત્યાના સમાચાર વાયુ વેગે ફેલાતા ઉપલેટામાં નક્ષત્ર કોમ્પ્લેક્સ અને સરકારી હોસ્પિટલ ખાતે ટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતક આશિષના મૃતદેહને પીએમ અર્થ હોસ્પિટલ ખસેડાયેલ અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આરોપી વિનય ઉર્ફ સુજુ હિતેષભાઇ ધામેચાની ગણતરીની મિનિટોમાં જ તાત્કાલિક ઘરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news