ઇસ્કોન બ્રિજની પનોતી બેઠી! 9 વ્યક્તિઓનો ભોગ લેનાર અકસ્માતના થોડા જ અંતરે ચાર ગાડીઓ અથડાઈ...

Iskon Accident: ઇસ્કોન બ્રિજ પર એક સાથે 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. 4 કાર એકબીજા સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ બ્રિજ પર કારની લાંબી લાઈનો લાગી છે.

ઇસ્કોન બ્રિજની પનોતી બેઠી! 9 વ્યક્તિઓનો ભોગ લેનાર અકસ્માતના થોડા જ અંતરે ચાર ગાડીઓ અથડાઈ...

Iskcon Bridge Accident: અમદાવાદના એસજી હાઈવે પર બુધવારની મધરાતે ઉપરાઉપરી બે અકસ્માત સર્જાયા. પહેલો અકસ્માત જોવા ઉભા રહેલાં લોકોને પુરપાટ ઝડપે આવતી ગાડીએ કચડી નાંખ્યાં. આ ઘટનામાં ફરજ પરના બે પોલીસકર્મી સહિત કુલ 9 લોકોના મોત નિપજ્યાં છે. પરંતુ જાણે ઈસ્કોન બ્રિજ અકસ્માત ઝોન બની ગયો હોય તેમ એક પછી એક અકસ્માત થઈ રહ્યા છે. આજે (ગુરુવાર) ઈસ્કોન બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 

ઇસ્કોન બ્રિજ પર એક સાથે 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. 4 કાર એકબીજા સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ બ્રિજ પર કારની લાંબી લાઈનો લાગી છે. આ અંગેની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઇસ્કોન બ્રિજ પર 12 કલાકમાં અકસ્માતની ત્રીજી ઘટના બનતા બ્રિજ પર ટ્રાફિકજામ થતાં થોડાક સમય માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો.    

— Zee 24 Kalak (@Zee24Kalak) July 20, 2023

થાર અને ડમ્પર વચ્ચે સર્જાયો
ગતમોડી રાતે ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોડીરાતે ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ 20 મિનિટના અંતરે એક મોટો અકસ્માત સર્જાયો જેમાં 9 લોકોનું પ્રાણપંખેરું ઉડી ગયું.

કારે અડફેટે લેતા 9ના મોત
ગતમોડી રાતે ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત થતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. અકસ્માત બાદ પોલીસ પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી જેગુઆર લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news