ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! આ APMCમાં પૈસા લઈને ભરતી થઈ હોવાના આક્ષેપથી ખળભળાટ

સાબરકાંઠા જિલ્લાની સહકારી સંસ્થાઓમાં અગાઉ પણ ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લાગ્યા હતા. ત્યારે તાજેતરમાં જ ઈડર માર્કેટિંગ યાર્ડમાં 8 ક્લાર્ક અને 4 હરાજી ક્લાર્ક મળીને 12 વ્યક્તિઓની ભરતી કરવા માટે એપીએમસી ઇડરના સત્તાધીશો દ્વારા એજન્સી દ્વારા ભરતી કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું. 

ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! આ APMCમાં પૈસા લઈને ભરતી થઈ હોવાના આક્ષેપથી ખળભળાટ

ઝી બ્યુરો/સાબરકાંઠા: ઇડરમાં.એપીએમસી માર્કેટમાં ચેરમેન સહિત ડિરેક્ટરો ક્લાર્ક સહિત 12 જણા ભ્રષ્ટાચાર કરીને ભરતી કરી હોવાના આક્ષેપ સાથે સાબરકાંઠાના પૂર્વ જિલ્લા પ્રમુખે કેન્દ્રીય સહકાર મંત્રી, પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી ભરતી બંધ કરવાની માંગ કરી છે. જેને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. સાબરકાંઠા જિલ્લાની સહકારી સંસ્થાઓમાં અગાઉ પણ ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લાગ્યા હતા. ત્યારે તાજેતરમાં જ ઈડર માર્કેટિંગ યાર્ડમાં 8 ક્લાર્ક અને 4 હરાજી ક્લાર્ક મળીને 12 વ્યક્તિઓની ભરતી કરવા માટે એપીએમસી ઇડરના સત્તાધીશો દ્વારા એજન્સી દ્વારા ભરતી કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું. 

જોકે આ ભરતી દરમિયાન લાખો રૂપિયા લઇ સગાવાલા ઓની ભરતી કરાઈ રહી હોવાનો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ પી.સી.પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે પીસી પટેલ દ્વારા આક્ષેપો સાથેનો પત્ર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને ઈડર એપીએમસી માં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથેનો પત્ર લખવામાં આવ્યો છે. 

તો બીજી તરફ ઈડર માર્કેટિંગ યાર્ડના ચેરમેન અશોક પટેલ દ્વારા આ તમામ આરોપોને લગાવ્યા હતા અને અશોક પટેલે કહ્યું હતું કે કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી અને હજુ 12 વ્યક્તિઓને નોકરીના ઓર્ડર પણ આપવામાં આવ્યા નથી સહકારિતાના ધારા ધોરણો અને નિયમો અનુસાર ભરતી કરવા માટેની વાત અશોક પટેલે કરી હતી. તો બીજી તરફ અશોક પટેલને પૂછતા તેઓ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનો સગાવાદ પણ આ ભરતીમાં કરવામાં આવ્યો નથી. 

ઇડર એપીએમસી સંલગ્ન ચાર માર્કેટિંગ યાર્ડ આવેલા છે અને ચાર માર્કેટિંગ યાર્ડમાં 45 કર્મચારીઓને નોકરી રાખી શકાય તેટલું મહેકમ પણ છે, પરંતુ હાલ 21 કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે અને અન્ય રોજમદાર તરીકે કામ કરી રહ્યા છે અને આ તમામને પહોંચી વળવા માટે ભરતી કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ કોઈને પણ નિમણૂક પત્ર આપવામાં આવે નથી. જોકે સહકારી તેના ધારા ધોરણ અને નિયમો અનુસાર ભરતી કરવામાં આવશે તેવું અશોક પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. જોકે હાલ તો ઇડર માર્કેટિંગ યાર્ડમાં ભરતી બાબતે આક્ષેપ પ્રતી આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news