પાણીનું ATM : સાંભળીને નવાઈ લાગશે, પણ ગુજરાતના આ ગામમાં ATM થી પાણી મળે છે

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો દ્વારા પાણીનો ઘણો બગાડ કરવામાં આવી રહ્યો છે, જેથી રાજ્ય સરકાર દ્વારા વીજ પુરવઠાની જેમ પાણીને પણ મીટર આધારે આપવા માટેની વિચારણા તેમજ વાતો છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે. જો કે, મોરબી જિલ્લાના એક ગામમાં એટીએમથી પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વાત સાંભળીને સો ટકા આપને ઝાટકો લાગ્યો હશે. પરંતુ મોરબી જિલ્લામાં આવતી જબલપુર ગ્રામ પંચાયત દ્વારા આરઓ સિસ્ટમમાં શુદ્ધ કરેલ મિનરલ વોટર ગામના લોકોને એટીએમ મારફતે આપવામાં આવે છે. 
પાણીનું ATM : સાંભળીને નવાઈ લાગશે, પણ ગુજરાતના આ ગામમાં ATM થી પાણી મળે છે

હિમાંશુ ભટ્ટ/મોરબી :શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો દ્વારા પાણીનો ઘણો બગાડ કરવામાં આવી રહ્યો છે, જેથી રાજ્ય સરકાર દ્વારા વીજ પુરવઠાની જેમ પાણીને પણ મીટર આધારે આપવા માટેની વિચારણા તેમજ વાતો છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે. જો કે, મોરબી જિલ્લાના એક ગામમાં એટીએમથી પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વાત સાંભળીને સો ટકા આપને ઝાટકો લાગ્યો હશે. પરંતુ મોરબી જિલ્લામાં આવતી જબલપુર ગ્રામ પંચાયત દ્વારા આરઓ સિસ્ટમમાં શુદ્ધ કરેલ મિનરલ વોટર ગામના લોકોને એટીએમ મારફતે આપવામાં આવે છે. 

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા જબલપુર ગામની વાત કરીએ તો, આ ગામમાં લોકોને દરરોજ ગ્રામપંચાયત દ્વારા વિનામૂલ્યે મિનરલ વોટર મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જો કે, ડીજીટલ ઇન્ડિયાની સાથે તાલ મિલાવીને હવે આ ગામમાં એટીએમ મારફતે પીવા માટેનું શુદ્ધ પાણી લોકોને આપવામાં આવે છે. આ વાત સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી. કેમ કે, જબલપુર ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળની રકમ અને સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને તેમજ ગ્રામજનો પાસેથી લોકફાળા મેળવીને ગામમાં આરો સિસ્ટમ ફીટ કરવી છે. 

જબલપુર ગામમાં ૨૫૦૦થી વધુ લોકોને પીવાનું શુધ્ધ મિનરલ વોટર મળે છે. જો કે, શુદ્ધ પાણીનો બિનજરૂરી બગાડ ન કરવામાં આવે તે માટે હવે જબલપુર ગ્રામ પંચાયત દ્વારા એટીએમથી નોર્મલ ચાર્જ વસુલ કરીને લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે અને જબલપુર ગ્રામ પંચાયતના આ નિર્ણયને પણ ગ્રામજનો દ્વારા સહર્ષ સ્વીકારી લેવામાં આવ્યો છે. મહિલાઓ સહિતના લોકો જ્યારે પણ આરઓ સિસ્ટમમાં શુદ્ધ કરેલ મિનરલ વોટર ભરવા જાય છે, ત્યારે યાદ કરીને અચૂક એટીએમ માટેની પ્લાસ્ટિક કાર્ડ સાથે લઈને જાય છે.

No description available.

જબલપુર ગામની વાત કરીએ તો આ ગામ લોકોને બજારમાંથી વેચાતું મિનરલ વોટર લેવું પડતું નથી. કેમ કે, ગ્રામ પંચાયત દ્વારા લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને મહિલાઓને ત્યાં જઈને પોતાન ઘર માટે પાણી ભરી આવે છે. અત્રે ઉલેખનીય છે કે, પાણીજન્ય રોગચાળાથી ગ્રામજનો બચે તે માટે મિનરલ વોટર આપવામાં આવે છે અને આરઓ સિસ્ટમમાં શુદ્ધ કરવામાં આવેલા પાણીનો બિન જરૂરી બગાડ ન થાય તે માટે ગ્રામપંચાયત દ્વારા એટીએમની જેવું જ ‘એની ટાઈમ વોટર કાર્ડ’ બનાવવામાં આવ્યું છે. જે રીતે એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને લોકો બેંકમાં પડેલા રૂપિયાને ગમે ત્યારે ઉપાડી શકે છે, તેવી જ રીતે એટીડબ્લ્યુ એટલે કે ‘એની ટાઈમ વોટર’ લેવા માટે ગ્રામજનોને ગ્રામપંચાયત કચેરીએથી કાર્ડ રિચાર્જ કરાવવું પડે છે. 

જબલપુર ગામમાં પાણીની કોઇપણ સમસ્યા નથી તેમ છતાં પણ મહિલાઓના ઘરની બહાર પાણી ભરવા માટે જવું પડે છે આ વાત સાંભળીને જટકો લાગે તેમાં નવાઈ નથી પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે, ગ્રામપંચાયત દ્વારા આરો સીસ્ટમ ફીટ કરવામાં આવી છે તેમાંથી શુધ્ધ કરેલુ પીવાનું પાણી મેળવવું હોય તો જબલપુર ગ્રામ પંચાયત દ્વારા લોકોને આપવામાં આવેલ એટીડબ્લ્યુ કાર્ડ પીવાનું શુદ્ધ પાણી ભરવા માટે આવેલ વ્યક્તિ પાસે હોવું જરૂરી છે નહિ તો આરઓ સિસ્ટમમાંથી શુદ્ધ પાણી નીકળતું જ નથી જેથી ગામના કોઇપણ વ્યક્તિ આરો સીસ્ટમમાંથી ઘર માટે પીવાનું શુદ્ધ પાણી ભરવા જાય છે ત્યાર અચૂક એટીએમ કાર્ડને સાથે લઈને જાય છે અને આટલુજ નહિ ગ્રામ પંચાયત દ્વારા પાણી માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેની ગ્રામજનો દ્વારા ભારોભાર પ્રશંસા કરવામાં આવી રહી છે.

જબલપુરના માજી ઉપસરપંચ વિનોદભાઇ ભાલોડીયાએ જણાવ્યુ કે, જબલપુર ગામના લોકોએ સાબિત કરી આપ્યું છે કે, ગ્રામ પંચાયત દ્વારા લોકોના હિતમાં કોઇપણ નિર્ણય લેવામાં આવે તો તેમાં ગ્રામજનો તરફથી સહકાર દેવામાં આવે તો જ ગામનો વિકાસ થાય છે તે હકીકત છે. કેમ કે, ગ્રામપંચાયત દ્વારા પીવાનું શુધ્ધ પાણી ગામના દરેક વ્યક્તિને મળી રહે તેના માટે પહેલા આરઓ પ્લાન્ટ ફીટ કરવામાં આવ્યો હતો, ત્યારે ગ્રામજનો દ્વારા આર્થિક સહકાર આપવામાં આવ્યો હતો. જો કે, તેના મેન્ટેનન્સ જેટલા ખર્ચા નીકળે તેના માટે એટીએમ મારફતે પાણી આપવાનું નક્કી કર્યું છે. જેમાં પણ ગ્રામજનો સહકાર આપી રહ્યા છે. હાલમાં લોકોને બે રૂપિયામાં 22 લીટર મિનરલ વોટર આપવામાં આવી રહ્યું છે. જો કે, આટલું જ પાણી બજારમાં વેચાતા શુધ્ધ પાણીની બોટલોમાં 15 થી 20 રૂપિયામાં વેચાય છે. એટલે કે ગ્રામપંચાયત દ્વારા કોઈ કમાણી કરવા માટે નહિ, પરંતુ પીવાના શુદ્ધ પાણીનો બગાડ ન થાય તેના માટે એટીએમ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 

ગામના દરેક વ્યક્તિને ગ્રામપંચાયત દ્વારા એટીએમ આપી દેવામાં આવ્યા છે, જેમાં બેલેન્સ હોય ત્યાં સુધી રૂપિયા કપાવીને લોકો પીવા માટેનું શુદ્ધ પાણી મેળવી શકે છે અને જે રીતે બેંકમાં રૂપિયા ન હોય તો એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડી શકતા નથી, તેવી જ રીતે જો જબલપુર ગ્રામપંચાયત દ્વારા આપવામાં આવેલા એટીડબ્લ્યુ કાર્ડમાં રૂપિયા ન હોય તો પાણી મળતું નથી. જેથી ગ્રામજનો દ્વારા પોતાના એની ટાઈમ વોટર કાર્ડને હંમેશા રિચાર્જ કરેલુ રાખે છે અને આ કાર્ડમાં બેલેન્સ ન હોય તો ગ્રામ પંચાયતમાં જઈને કોઇપણ વ્યક્તિ રીચાર્જ કરાવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news