અરવલ્લી ભેદી ધડાકાનું મોટું રહસ્ય ખૂલ્યું, યુવકના ઘરમાં 6 મહિનાથી હતા હથિયાર અને હેન્ડ ગ્રેનેડ

તાજેતરમાં અરવલ્લી (Arvalli) જિલ્લાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતા યુવક અને બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકની પત્ની અને બે બાળકો સહીત પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ ભેદી ધડાકા (blast) મામલે મોટો ખુલાસો થયો છે. આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડથી થયો હતો.
અરવલ્લી ભેદી ધડાકાનું મોટું રહસ્ય ખૂલ્યું, યુવકના ઘરમાં 6 મહિનાથી હતા હથિયાર અને હેન્ડ ગ્રેનેડ

સમીર બલોચ/અરવલ્લી :તાજેતરમાં અરવલ્લી (Arvalli) જિલ્લાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતા યુવક અને બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકની પત્ની અને બે બાળકો સહીત પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ ભેદી ધડાકા (blast) મામલે મોટો ખુલાસો થયો છે. આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડથી થયો હતો.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના રમેશભાઈ લાલજીભાઈ ફણેજાના ઘરે ભેદી બ્લાસ્ટ થતા 32 વર્ષીય લાલજીભાઈ અને એક બાળકીનું બ્લાસ્ટને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે આ યુવકની પત્ની અને બે બાળકો સહિત પરિવારના કુલ ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે શામળાજી અને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક બકરી અને બે મરઘા સહિત ત્રણ પશુઓના પણ મોત થયા હતા. સમગ્ર મામલાની જાણ શામળાજી પોલીસને થતા શામળાજી પોલીસ સહિત જિલ્લા એલસીબી, એસઓજી તેમજ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બ્લાસ્ટનો અવાજ આસપાસના બે કિલોમીટર વિસ્તારમાં સંભળાતા આસપાસમાંથી મોટી સખ્યામા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે બ્લાસ્ટ ક્યાં કારણસર અને કેવી રીતે થયો તે અંગે લોકોમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા હતા. પોલીસે પણ બ્લાસ્ટનું કારણ જાણવા એફએસએલની મદદ લીધી હતી. 

અરવલ્લીમાં ભેદી બ્લાસ્ટ અંગેની તપાસમાં મોટો ખુલાસો થતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. શામળાજીના ગોઢફુલ્લામાં હેન્ડ ગ્રેનેડથી બ્લાસ્ટ થયાનું સામે આવ્યું છે. ફોરેન્સિક તપાસમાં હેન્ડ ગ્રેનેડના પુરાવા મળ્યા છે. 4 દિવસ અગાઉ બ્લાસ્ટમાં યુવાન અને બાળકીનું મોત થયું હતું. ત્યારે હેન્ડ ગ્રેન્ડથી બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે. યુવકના ઘરમાં હેન્ડ ગ્રેનેડ હતો. તેણે 6 મહિનાથી તેના ઘરમાં હેન્ડ ગ્રેનેડ છુપાવી રાખ્યો હતો. 28 ઓગસ્ટના રોજ તે હેન્ડ ગ્રેનેડની પિન કાઢતો હતો ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. 

આ પણ વાંચો : ‘રબારી-ભરવાડ-ચારણ સમાજના વિદ્યાર્થીઓ માટે બલિદાન આપું છું...’ કહીને સરકારી કર્મચારીએ કરી આત્મહત્યા

છ મહિનાથી યુવકે પોતાના ઘરમાં બાળકો વચ્ચે હેન્ડ ગ્રેનેડ રાખ્યો હતો. હેન્ડ ગ્રેનેડ અને બંદૂક સાથેના મૃતક યુવકના ફોટો પણ સામે આવ્યા છે. કમરના ભાગે યુવાને હેન્ડ ગ્રેનેડ બાંધી ફોટોગ્રાફી કરાવી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, છ મહિના પહેલા મૃતક યુવક અને અન્ય યુવકને આ હેન્ડ ગ્રેનેડ મળ્યો હતો. સાથે જ તળાવમાં પણ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે. ત્યારે શામળાજી આદિવાસી વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યા એ મોટો પ્રશ્ન છે. ત્યારે પોલીસે મૃતક યુવક અને અન્ય એક સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ અન્વયે ગુનો દાખલ કર્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news