અરવલ્લી હેન્ડગ્રેનેડ બ્લાસ્ટના 8 દિવસ બાદ પણ પોલીસ શોધી નથી શકી કે, ગ્રેનેડ આવ્યો ક્યાંથી?

તાજેતરમાં અરવલ્લી (Arvalli) જિલ્લાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતા એક શખ્સ અને બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે શખ્સની પત્ની અને બે બાળકો સહીત પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ ભેદી ધડાકા (blast) મામલે મોટો ખુલાસો થયો છે કે, આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડથી થયો હતો. જોકે, આ કેસમાં પોલીસ હજી પણ એ માહિતીથી દૂર છે કે, આખરે આ ગ્રેનેડ આવ્યો ક્યાંથી. 
અરવલ્લી હેન્ડગ્રેનેડ બ્લાસ્ટના 8 દિવસ બાદ પણ પોલીસ શોધી નથી શકી કે, ગ્રેનેડ આવ્યો ક્યાંથી?

સમીર બલોચ/અરવલ્લી :તાજેતરમાં અરવલ્લી (Arvalli) જિલ્લાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતા એક શખ્સ અને બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે શખ્સની પત્ની અને બે બાળકો સહીત પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ ભેદી ધડાકા (blast) મામલે મોટો ખુલાસો થયો છે કે, આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડથી થયો હતો. જોકે, આ કેસમાં પોલીસ હજી પણ એ માહિતીથી દૂર છે કે, આખરે આ ગ્રેનેડ આવ્યો ક્યાંથી. 

ગોઢકુલ્લા ગ્રેનેડ બ્લાસ્ટ મામલે ૮ દિવસ બાદ પણ ગ્રેનેડ ક્યાંથી આવ્યો એ કોયડો યથાવત છે. પોલીસ હજી સુધી આ પ્રશ્નનો જવાબ શોધી શકી નથી. પરિવારે જણાવ્યું હતું કે, તેમને તળાવ પાસેથી હેન્ડ ગ્રેનેડ મળ્યો હતો. ત્યારે તળાવ વિસ્તારમાં બૉમ્બ સ્ક્વોડ દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે. જોકે, તળાવમાંથી કંઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી નથી. આ ઉપરાંત મૃતક શખ્સ રમેશભાઈ લાલજીભાઈ ફણેજાની હથિયાર સાથેની પણ તસવીર મળી આવી છે. તેથી પોલીસે ડિફેન્સની એજન્સીઓને રાઈફલનો બેચ નંબર જાણવા પત્ર લખ્યો છે. તેમ છતાં પોલીસ હજી આ સમગ્ર માહિતીથી કોસો દૂર છે.

હેન્ડગ્રેન્ડથી યુવકનુ મોત નિપજ્યુ હતું 
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના રમેશભાઈ લાલજીભાઈ ફણેજાના ઘરે ભેદી બ્લાસ્ટ થતા 32 વર્ષીય લાલજીભાઈ અને એક બાળકીનું બ્લાસ્ટને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે આ યુવકની પત્ની અને બે બાળકો સહિત પરિવારના કુલ ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે શામળાજી અને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક બકરી અને બે મરઘા સહિત ત્રણ પશુઓના પણ મોત થયા હતા. અરવલ્લીમાં ભેદી બ્લાસ્ટ અંગેની તપાસમાં મોટો ખુલાસો થતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. શામળાજીના ગોઢફુલ્લામાં હેન્ડ ગ્રેનેડથી બ્લાસ્ટ થયાનું સામે આવ્યું છે. ફોરેન્સિક તપાસમાં હેન્ડ ગ્રેનેડના પુરાવા મળ્યા છે. 4 દિવસ અગાઉ બ્લાસ્ટમાં યુવાન અને બાળકીનું મોત થયું હતું. ત્યારે હેન્ડ ગ્રેન્ડથી બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે. યુવકના ઘરમાં હેન્ડ ગ્રેનેડ હતો. તેણે 6 મહિનાથી તેના ઘરમાં હેન્ડ ગ્રેનેડ છુપાવી રાખ્યો હતો. 28 ઓગસ્ટના રોજ તે હેન્ડ ગ્રેનેડની પિન કાઢતો હતો ત્યારે આ બ્લાસ્ટ થયો હતો.  

હેન્ડ ગ્રેનેડ ધડાકામાં એકમાત્ર સાક્ષી એવી રમેશ ફણેજાની પત્નીએ પોલીસને કહ્યું કે, બે મહિના પહેલા અમારા ઘર પાસે હેન્ડ ગ્રેનેડ પડ્યો હતો. ગ્રેનેડની અંદર શુ છે તે જોવા માટે અમે પીન તોડી તો તે બ્લાસ્ટ થયો હતો. આ ગ્રેનેડ ક્યાંથી આવ્યો તે અમને ખબર નથી.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news