આસારામ કેસમાં 29મીએ પીડિતો સાથે જિરહ થશે

કોર્ટે આસારામની જામીન અરજી પર સુનવણીને 9 અઠવાડીયા માટે સ્થગિત કરી

આસારામ કેસમાં 29મીએ પીડિતો સાથે જિરહ થશે

નવી દિલ્હી : ગુજરાત સરકારે સોમવારે હાઇકોર્ટને જણાવ્યું કે, સ્વયંભૂ  ઉપદેશક આસારામ સાથે જોડાયેલા બળાત્કાર મુદ્દે પીડિતની સાથે 29મી જાન્યુઆરીથી જીરહ કરવામાં આવશે. કોર્ટે આસારામની જામીન અરજી પર સુનવણીને 9 અઠવાડીયા માટે સ્થગિત કરતા કહ્યું કે, નિચલી કોર્ટમાં પીડિતોની સાથે જિહર પુરી થયા બાદ આ અંગે વિચાર કરવામાં આવશે. શરૂઆતમાં જામીન અરજી ફગાવવા ઇચ્છુક ન્યાયમુર્તી એન.વી રમના અને ન્યાયમૂર્તિ એ.એમ સપ્રેએ કહ્યું કે, પીડિતોની સાથે જિહર પુરી થયા બાદ અરજી દાખલ કરનારનો ફરીથી સંપર્ક કરી શકાય છે.

કોર્ટે 15 જાન્યુઆરીએ આસારામ સાથે જોડાયેલા બળાત્કારનાં કેસમાં સુનવણીની સ્થિતી પુછતા ગુજરાત સરકાર પાસે તે અંગે સ્ટેટસ રિપોર્ટ આપવા માટે કહ્યું હતું. તે દરમિયાન આસારામનાં વકીલે કોર્ટને જણાવ્યું કે, ગુજરાતમાં ચાલી રહેલ કેસનાં 92 સાક્ષીઓમાંથી 22 સાથે જીહર પુરી થઇ ગઇ છે, 14 સ્વયં તેની બહાર થઇ ચુક્યા છે જ્યારે અન્યની સાથે હાલ જીરહ થવાની છે. કોર્ટે 28 ઓગષ્ટે બળાત્કાર કેસની સુનવણીની ધીમી ગતિ પર નારાજગી વ્યકત કરતા રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવા માટે કહ્યું હતું.

અગાઉ 12 એપ્રીલ, 2017ના રોજ કોર્ટે ગુજરાતની નિચલી કોર્ટને કહ્યું હતું કે તેઓ સૂરતની 2 બહેનો તરફથી આસારામ વિરુદ્ધ દાખલ કરાયેલા બળાત્કારનાં કેસમાં અભિયોજન પક્ષનાં સાક્ષીઓની સાથે જિહર જલ્દી પુરી કરે. તેની પહેલા કોર્ટે રાજસ્થાન અને ગુજરાતમાં આસારામની વિરુદ્ધ દાખલ બળાત્કારનાં કેસમાં અલગ અલગ આધાર પર જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આસારામને જોધપુર પોલીસે 31 ઓગષ્ટ, 2013નાં રોજ ધરપકડ કરવામાં આવી. તે ત્યારથી જ જેલની હવા ખાઇ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news