મેવાણી વિરૂદ્ધ માનહાનિનો કેસ, મહિલા પત્રકારે કહ્યું- મને કંઇપણ થશે તો સમજી જજો કોણે કરાવ્યું
ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિત કાર્યકર્તા જિગ્નેશ મેવાણી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જીગ્નેશ મેવાણી દ્વારા પૂણેના એક પત્રકારનો વિકૃત ફોટો ટ્વિટ કર્યા બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો.
Trending Photos
અમદાવાદ: ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિત કાર્યકર્તા જિગ્નેશ મેવાણી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જીગ્નેશ મેવાણી દ્વારા પૂણેના એક પત્રકારનો વિકૃત ફોટો ટ્વિટ કર્યા બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જિગ્નેશ મેવાણીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમના ફોટો ક્રોપ કરી યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આધ્યાત્મિક ગુરૂઓ શ્રી શ્રી રવિશંકરના ફોટા સાથે જોડીને ટ્વિટર પર અપલોડ કર્યો. આ સાથે જ એક ફિલ્મી સીનનો ફોટો લગાવી આપત્તિજનક ટિપ્પણી કરી.
મહિલા પત્રકારે તેને ગરિમા અને સન્માન વિરોધ ગણાવતાં પોલીસમાં માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે. ધારાસભ્ય વિરૂદ્ધ કેસ દાખલ થયાના સમાચાર શેર કરતાં શેફાલી વૈદ્યે લખ્યું કે આગળ મને કંઇ પણ થાય તો તમે જાણો છો કે કોણ જવાબદાર હશે.
If something happens to me over the next few days, you know who is responsible!! pic.twitter.com/05wO8EuK94
— Shefali Vaidya (@ShefVaidya) June 6, 2018
આ પહેલાં શેફાલી વૈદ્યે ટ્વિટ કરી જિગ્નેશ મેવાણી પર નિશાન સાધતાં કહ્યું હતું કે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કોઇ મહિલાના અપમાન માટે ન કરી શકે. તેમણે આમ એટલા માટે કર્યું છે કે હું મહિલા ચું અને મારા વિચાર પસંદ નથી. એક ધારાસભ્ય કોઇ મહિલા નાગરિક સાથે આવો અપમાનજનક વ્યવહાર કરે છે તો આ લોકતંત્ર માટે ખતરનાક છે.
બીજી તરફ થાણે પોલીસનું કહેવું છે કે કેસની તપાસ થઇ રહી છે. તપાસ કરવામાં આવી રહી છે કે ધારાસભ્યએ જાણીજોઇને વાંધાજનક ટ્વિટ કરી અથવા તેમનું એકાઉંટ કોઇએ હેક કર્યું છે. શેફાલી વૈદ્યની ટ્વિટ પર તમામ લોકોને પ્રતિક્રિયા વ્યક્ત કરી. વિક્રમ સંપથે લખ્યું- શેફાલી તમને શક્તિ મળે, તમે સુરક્ષિત રહો.
જોકે બાદમાં જીગ્નેશ મેવાણીએ સ્વિકાર કર્યું કે તેમણે આ પ્રકારનો ફોટો ટ્વિટ કર્યો હતો જેની સાથે છેડછાડ કરવામાં આવી હતી. પછી તેમને પોતાની ટ્વિટ હટાવી લીધી અને માફી માંગી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે