‘બાપ રે’ ફિલ્મ પરથી હટ્યો સ્ટે, હવે મોટા અક્ષરે રિલીઝ થશે ‘હવે થશે બાપ રે’
બોલીવુડના જાણીતા દિગ્ગજ એક્ટર કિરણ કુમારની ફિલ્મ ‘બાપ રે’ 18 જાન્યુઆરીના રોજ રીલીઝ થવાની હતી, પરંતુ આ ફિલ્મ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે લગાવી દીધો છે.
Trending Photos
અતૃલ તિવારી, અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ‘બાપ રે’ સામે વિવાદ સર્જાયો છે. બોલીવુડના જાણીતા દિગ્ગજ એક્ટર કિરણ કુમારની ફિલ્મ ‘બાપ રે’ 18 જાન્યુઆરીના રોજ રીલીઝ થવાની હતી, પરંતુ આ ફિલ્મ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે લગાવી દીધો છે. ફિલ્મની રીલીઝ પર સ્ટે લગાવવા માટેના અરજદારના વકીલનું કહેવું છે કે, આ ફિલ્મ ભૂતકાળમાં બનેલી ફિલ્મ ‘બાપ રે બાપ’ની નકલ કરવામાં આવી છે. આ ફિલ્મના ટાઇટલની સાથે ફિલ્મનો કોન્સેપ્ટ પર સરખો છે.
કિરણ કુમારે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. કિરણ કુમારની ‘બાપ રે’ ફિલ્મના નિર્દેશક નિરવ બારોટ છે. જોકે અરજદારના વકીલ દ્વારા કોર્ટમાં અપીલ કરવામાં આવતા કોર્ટે આ ફિલ્મને રિલીઝ નહી કરવા આદેશ આપ્યો છે. જોકે ફિલ્મના વિવાદને લઇ કોમર્શિયલ કોર્ટે એક ચુકાદો આપ્યો છે. જે ફિલ્મના હીરો તેમજ ફિલ્મની ટીમ માટે રાહતના સમાચાર સાબિત થયા છે.
વધુમાં વાંચો: દિવ્યેશ દરજીએ 'દેકાડો કોઈન'ના નામે પણ કરોડો ડુબાડ્યા
આ ફિલ્મ ‘હવે થશે બાપ રે’ નામથી અગાઉ ફિલ્મને રિલીઝ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ હવે થશે શબ્દનો ઉપયોગ નાના અક્ષરમાં અને બાપ રે શબ્દનો ઉપયોગ મોટા અક્ષરોથી જાહેર માધ્યમોમાં કરવામાં આવતો હતો જેનો અરજદારે વાંધો ઉઠવ્યો હતો. જોકે કોમર્શિયલ કોર્ટે ‘હવે થશે’નો ઉપયોગ મોટા અક્ષરો નો ઉપયોગ કરી ‘હવે થશે બાપ રે’ નામે ફિલ્મને રિલીઝ કરવાનો આદેશ આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે